આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એને માટે બહુ ઓછો ઉત્સાહ લોકોમાં રહેશે. પણ જેઓ આ યોજનાને સ્વીકારે છે તેઓ એટલી હકીકતનો સ્વીકાર કરે છે કે, કરોડો ભૂખ્યા માણસોની ભૂમિમાં એમનાં બાળકોને બીજી કોઈ રીતે શિક્ષણ આપી જ ન શકાય; અને જો આ યોજના ચાલતી કરી શકાય તો એમાંથી નવી અર્થવ્યવસ્થનો જન્મ થશે. એટલું મારે માટે બસ છે. જેમ મહાસભાવાદીઓ ભલે જીવન સિદ્ધાંત તરીકે નહીં પણ સ્વાતંત્ર્યપ્રાપ્તિના સાધન તરીકે અહિંસાનો સ્વીકાર કરે છે, એટલું મારે માટે બસ છે. આખું હિંદુસ્તાન જો અહિંસાને ધર્મ તરીકે એ જીવનસિદ્ધાંત તરીકે સ્વીકારે, તો તત્કાળ પ્રજાતંત્રની સ્થાપના કરી શકાય."

ડૉ. બોઅર : "સમજ્યો. હજુ એક વસ્તુ મારી સમજમાં નથી ઊતરતી. હું સમાજવાદી છું; અને અહિંસાવાદી તરીકે મને આ યોજના બહુ જ ગમે છે ખરી. છતાં સમાજવાદી તરીકે મને લાગે છે કે, આ યોજના હિંદુસ્તાનને જગતથી છુટું પાડી નાખશે, જ્યારે આપણે તો આખા જગતની જોડે અનુસંધાન સાધવાનું છે. અને એ કામ સ્માજવાદ જેવું કરે છે તેવું બીજી કોઈ ચીજ નથી કરતી."

ગાંધીજી : "મને કશી મુશ્કેલે નથી નડતી. અમે આખ જગતથી વિખૂટા નથી પડી જવા માગતા. અમે સર્વ પ્રજાઓની સાથે સ્વેચ્છાએ લેવડ દેવડ કરીશું. પણ આજે જે પરાણે લેવડદેવડ થાય છે, તે તો જવી જ જોઈએ. અમે નથી કોઇના હાથે ચૂસાવા માગતા, કે નથી કોઈને ચૂસવા માગતા. આ યોજના દ્વારા અમે સર્વ બાળકોને કંઈક ઉત્પાદન કરતાં બનાવવાની, ને એમ કરીને આખા રાષ્ટ્રની મુખમુદ્ર બદલવાની આશા સેવીએ છીએ, કેમકે એ વસ્તુ અમારા આખા સમાજજીવનની રગેરગમાં ઊતરી જશે. પણ એનો અર્થ એ નથી કે, અમે આખા જગત જોડેનો સંબંધ તોડે નાખીશું. એવી પ્રજાઓ તો રહેશે કે જે પોતે અમુક માલ પેદા ન કરી શકે એટલા માટે બીજી પ્રજાઓની પાસેથી માલની લેવડદેવડ કરવા ઇચ્છશે. એવા 'માલ માટે તેઓ બીજી પ્રજાઓ પર જરૂર આધાર રાખશે. પણ એ માલ પૂરો પાડનાર પ્રજાઓએ એમને ચૂસવી ન ઘટે."

૮૨