આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨૧
નવી કેળવણીનું નવાપણું

[નવા સ્થપાયેલા હિંદુસ્તાની તાલીમી સંધની બેઠક વર્ધામાં ૧૯૩૯ના મે માસના પહેલા અઠવાડિયામાં મળી હતી. તેની આગળ ગાંધીજીએ નવી કેળાવણીનું રહસ્ય અને તેનું ધ્યેય સમજાવતાં કરેલા પ્રવચનના શ્રી મહાદેવવભાઈએ આપેલા હેવાલમાંથી નીચેનું છે. —સંo]

નવી કેળવણીનીયોજનાનો આરંભ કર્યો ત્યારે મારામાં જે આત્મવિશ્વાસ ભરેલો હતો તે અત્યારે ઊડી ગયેલો લાગે છે. મારા શબ્દોમાં જે શક્તિ હતી તે આજે ક્ષીણ થઈ ગઈ લાગે છે. આ આત્મવિશ્વાસનો અભાવ એ બાહ્ય કારણોને લીધે નહીં પણ આંતરિક કારણોને લીધે છે. મારી ઈંદ્રિયો જડ થઈ ગઈ છે એમ નથી. મારી ઉંમરના પ્રમાણમાં મારી બુધ્ધિ મને સારું કામ આપે છે. તેમ અહિંસા ઉપરનો મારો વિશ્વાસ ઊઠી ગયો છે એવું પણ નથી. એ શ્રધ્ધા પહેલાનાં કરતાં ઘણી વધારે સબળ બનેલી છે. પણ આ ક્ષણે મારો આત્મવિશ્વાસ ઊઠી ગયેલો છે. એટલે મારી કહેલી એકે વાત તમે શ્રધ્ધાથી સ્વીકારી ન લેશો. જેટલું તમારે ગળે ઊતરે તેટલું જ કબૂલ રાખજો. પણ મારી ખાતરી છે કે આપણે ફક્ત બે નિશાળ પણ સાચી ઢબે ચલાવીએ તો હું આનંદથી નાચીશ.

[સાચી ઢબ કઈ એ એમણે આ પ્રવચનના આરંભમાં સમજાવ્યું હતુઃ]

આપણે આ અધ્યાપન મંદિરને સ્વાતંત્ર્ય અપાવનારી ને આપણાં સર્વ અનિષ્ટો દૂર કરનારી નિશાળ બનાવવાનુ છે. એ અનિષ્ટોમાં સૌથી મોટું તે આપણા કોમી કલહો છે. એને સારુ આપણે અહિંસા પર જ આપણી સર્વ શક્તિ એકાગ્ર કરવી પડશે. હિટલર અને મુસોલિનીની નિશાળો હિંસાને પોતાનો મૂળ સિધ્ધાંત માન છે. આપણો મૂળ સિધ્ધાંત મહાસભાના આદેશ અનુસાર અહિંસા છે. એટલે આપણા સમગ્ર પ્રશ્નોનો

૮૫