આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નિકાલ આપણે અહિંસક રીતે આણવાનો છે. આપણું ગણિત, આપણું વિજ્ઞાન, આપણો ઇતિહાસ એ સર્વમાં અહિંસા ઓતપ્રોત હશે અને એ વિષયના પ્રશ્નો અહિંસાના રંગથી રંગાશે. શ્રીમતી hhh હાનુમે જ્યારે તુર્કી વિષે દિલ્હીમાં જામિયા મીલિયા ઇસ્લામિયામાં વ્યાખ્યાન આપ્યું ત્યારે મેં કહ્યું હતું કે, સામાન્ય રીતે ઇતિહાસ રાજાઓ અને યુધ્ધની તવારીખ હોય છે, પણ ભવિષ્યનો ઇતિહાસ એ મનુષ્યની તવારીખ હશે; એ તો અહિંસક જ હોઈ શકે અથવા છે. વળી આપણે આપણી સર્વ શક્તિ શહેરી ઉદ્યોગો પાછળ નહીં, પણ ગામઠી ઉદ્યોગો પાછળ વાપરવી રહેશે. એટલે કે જો આપણાં સાત લાખ ગામડાંમાંથી થોડાં જ નહીં પણ બધાંને જીવતાં રાખવાં હોય, તો આપણે ગામઠી હાથઉદ્યોગોને સજીવન કરવા પડશે. અને તમે ખાતરી રાખજો કે, જો તો નિશાળની કેળવણી એ હાથઉદ્યોગ વડે આપી શકીએ તો આપણે ક્રાંતિ કરી શકીશું. આપણાં પાઠ્યપુસ્તકો પણ એ જ ઉદ્દેશથી તૈયાર કરેલાં હશે.

હું જે કહું છું તેના પર તમે ઊંડો વિચાર કરજો ને તમને વાત ગળે ન ઊતરે તો તે પડતી મૂકજો. હું કહું છું તે આપણા મુસલમાનભાઈઓને ગળે ન ઊતરે તો તેઓ તેને તરત જ નાકબૂલ રાખે. મારે જે અહિંસા જોઈએ છે તે અંગ્રેજોની સાથેની લડાઈ પૂરતી નથી, પણ આપણા સર્વ આંતરિક વ્યવહારો ને પ્રશ્નોને લાગુ પડે છે. એ સાચી સક્રિય અહિંસા હશે, ને એમંથી પરસ્પર ભય પર રચાયેલો, હિટલર નેમુસોલિની વચ્ચે થયો છે, એવો કરાર નહીં નીપજે, પણ સાચી જીવતીજાગતી હિંદુમુસલમાન એકતા નીપજશે.

ह.बं. , ૮-૫-'૩૮


[વર્ધાથી પ્રગટ થયેલા હિંદુસ્તાની તાલીમી સંધના માસિક 'નઈ તાલીમ' પર મોકલેલો સંદેશો આ છે. —સં']

નઈ તાલીમકા નયાપન સમઝના જરૂરી હૈ. પુરાની તાલીમમેં જિતના અચ્છા હૈ વહ સબ નઈ તાલીમમેં રહેગા, લેકિન ઉસમેં નયાપન કાફી હોગા. નઈ તાલીમ અગર સચમુચ નઈ હોગી, તો ઉસકા નતીજા

૮૬