આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

(પરિણામ) યહ હોના ચાહિયે કિ, હમારે અન્દર માયૂસી (નિરાશા) હૈ ઉસકી જગહ ઉમ્મીદ હોગી, કંગાલીયતકી જગહ રોટીકા સામાન તૈયાર હોગા, બેકારીકી જગહ ધંધા હોગા, ઝઘડોંકી જગહ એકા હોગા ઔર હમારે લડકે લડકિયાં લિખનાપઢના જાનેંગે ઔર સાથ સાથ હુનર ભી જાનેંગે જિસકે મારફત વે અક્ષરજ્ઞાન હાસિલ કરેંગે.

ઉતમાનઝાઈ, ૧૪-૧૦-'૩૮

ह૦बं૦, ૨૯-૧-'૩૯

[પૂનામાં ઑક્ટોબર, ૧૯૩૯, માં ભરાયેલી બુનિયાદી તાલીમ પરિષદને [૧] મોકલેલો સંદેશો આ છે. —સં.]

મને આશા છે કે, પૂનાની પરિષદ જે કંઈ કરશે તેમાં નઈ તાલીમ (જે બુનિયાદી તાલીમ કે પાયાની કેળવણીને નામે ઓળખાય છે)નું નવાપણું હંમેશાં ધ્યાનમાં રાખશે. જેમ કોઈ સાસાયણિક પ્રયોગમાં આપણે એક પણ દ્રવ્ય ઘટાડતા કે વધારતા નથી, તે જ પ્રમાણે આપણે વર્ધા યોજનાનાં આવશ્યક અંગોમાં એકે ઉમેરવું કે એમાંથી એકે છોડવું ન જોઈએ. આ યોજનાની નવીનતા એમાં રહેલી છે કે, કેળવણી કોઈ ગ્રામઉદ્યોગ મારફતે આપવાની છે. એ હેતુ કેવળ ચાલુ ભણતરમાં એકાદ ગ્રામઉદ્યોગ ઉમેરવાથી સધાવાનો નથી.

સેગાંવ, ૨૮-૧૦-'૩૯

ह૦बं૦, , પ-૧૧-'૩૯


  1. * આ પરિષદના કામનો વિસ્તૃત હેવાલ હિંદી તથા અંગ્રેજીમાં 'One Step Forward' 'एक कदम आगे' નામે પ્રસિદ્ધ થયો છે. દરેકની કિં. ૧.૨૫ તાલીમી સંધ, વર્ધા, પાસેથી મળી શકશે. તેની સમાલોચનાની નોંધ ગાંધીજીએ ह૦ बं૦ (૨૪–૮–'૪૦) માં લખતાં કહેલું, “જેમને કેળવણીમાં રસ છે તેમણે આ પુસ્તકની નકલ મેળવવાનું ચૂકવું ન જોઈએ. મારે માટે એ આશ્વાસનની વાત છે કે, મારા આ તાજેતરના—છેલ્લા એમ કદાચ ન કહી શકાય — પ્રયત્નને લગભગ સર્વ દિશાએથી સંમતિ મળી રહી છે. ગયા વર્ષમાં જે પ્રગતિ થઈ છે તે આ પ્રયોગને માટે ઉજ્જવળ ભાવીની સૂચક છે.” —સં.
૮૭