આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

[‘રચનાત્મક કામ શોટે ?’ એ લેખમાંથી]

નવી (એટલે કે, પાયાની) કેળવણી વિના હિંદુસ્તાનનાં કરોડો બાળકોની કેળવણી લગભગ અસંભવિત છે એમ સર્વમાન્ય થયું ગણી શકાય. એટલે ગ્રામસેવકને તેનું જ્ઞાન હોવું જોઈએ. તે નવી કેળવણીનો શિક્ષક હોવો જોઈએ.

આ કેળવણીની પાછળ પ્રૌઢશિક્ષણ એની મેળે ચાલવાનું. જ્યાં નવી કેળવણીએ ઘર કર્યું હશે ત્યાંનાં બાળકો જ પોતાનાં માબાપનાં શિક્ષક બનવાનાં છે. ગમે તેમ હો, ગ્રામસેવકમાં પ્રૌઢશિક્ષણ આપવાની ધગશ હોવી જોઈએ.

સેવાગ્રામ, ૧૩-૮-'૪૦

ह૦ बं૦, ૧૭-૮-'૪૦


૨૨
એક પ્રધાનનું સ્વપ્ન

“તમામ નિશાળમાં છોકરા અને છોકરીઓ માટે કાંતણ અને વણાટ ફરજિયાત કરવાં જોઈ એ એવો સંદેશો અથવા સૂચના આપ પ્રાંતિક સરકારને અને લોકોને આપી શકે તો મારી ખાતરી છે કે ટૂંકા વખતમાં નિશાળાનાં બાળકો જાતે બનાવેલું કાપડ પહેરતાં થઈ જાય. એ પ્રથમ પગલું હશે. મેં આપના આદર્શો વિષેની શ્રદ્ધા ગુમાવી નથી, અને હું એ દિવસ જોવાની આશા સેવું છું, જ્યારે દરેક ઘર પોતાનું ખપ પૂરતું કપડું બનાવી લેતું હોય અને દરેક ગામડું પણ આપની ગ્રામોદ્યોગની તેમ જ કેળવણીની યોજનાઓ અનુસાર કાપડની જ નહીં પણ દરેક આવશ્યક ચીજ બાબતમાં સ્વાવલંબી બનેલું હોય. આપની પેઠે હું પણ માનું છું કે આ દેશમાં સાચું સ્વરાજ ત્યારે જ સ્થપાઈ શકે જ્યારે પ્રાંતિક સરકારના અથવા હિંદુસ્તાન સરકારના અંદાજપત્રનાં પાસાં મળવાની સાથે – જે

૮૮