આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ન નંખાવો જોઈએ? લખપતિના છોકરા પુખ્ત થાય છતાં તેમને બાપની દોલતનો વારસો મળે તો એ વારસાને લીધે તેમને જ નુકસાન થાય છે. રાષ્ટ્રને તો એ રીતે બમણી હાનિ થાય છે.કેમ કે વારસા પર યોગ્ય રીતે જોતાં તો પ્રજાની માલિકી ગણવી જોઈએ. અને તે ઉપરાંત એ દોલતના વારસોની પૂરેપૂરી શક્તિ, દોલતના બોજા તળે કચડાઈ જવાને લીધે, ખીલવા પામતી નથી.એથી પણ રાષ્ટ્રને તો એટલું નુકસાન થાય છે. આવો વારસાવેરો નાખવાની પ્રાંતિક સરકારોને સત્તા નથી એ હકીકતથી મારી દલીલમાં કશો બાધ આવતો નથી.

પણ આપણને પ્રજા તરીકે કેળવણીમાં એટલા પછાત છીએ કે, એ વિષયના કાર્યક્રમનો આધાર જો પૈસા ઉપર રહેવાનો હોય, તો આપણે એ બાબતમાં પ્રજા પ્રત્યેના આપણા કર્તવ્યનું પાલન કરવાની આશા કદી ન રાખી શકીએ, એટલે મેં મારી રચનાકાર્ય કરવાની શક્તિ વિષેની સઘળી પ્રતિષ્ઠા ગુમાવી બેસવાનું જોખમ વહોરીને પણ કહેવાની હામ કરી છે કે કેળવણી સ્વાવલંબી હોવી જોઇએ. કેળવણી એટલે બાળક કે મનુષ્યના શરીર, મન અને આત્માં જે ઉત્તમ અંશો હોય તેનો સર્વાંગી વિકાસ સાધીને તેને બહાર આણવા. અક્ષરજ્ઞાન એ કેળવણીનું અંતિમ ધ્યેય નથી તેમ તેનો આરંભ પણ નથી.એ તો સ્ત્રી અને પુરુષને કેળવણી આપવાનાં અનેકમાંના એક સાધન માત્ર છે. અક્ષરજ્ઞાન એ સ્વતંત્રપણે કંઈ કેળવણી નથી, એટલે હું તો બાળકની કેળવણીનો આરંભ તેને કાંઈક ઉપયોગી હાથ ઉદ્યોગ શીખવીને અને તેની કેળવણીનો આરંભ થાય તે ક્ષણથી એને કંઈક નવું સર્જન કરવાનું શીખવીને જ કરું. આ રીતે દરેક નિશાળ સ્વાવલંબી થઈ શકે.માત્ર શરત એ છે કે, નિશાળો એ તૈયાર કરેલી ચીજો રાજ્યે ખરીદી લેવી જોઇએ. હું માનું છું કે, આ શિક્ષણપધ્ધતિમાં મન અને આત્માનો ઊંચામાં ઊંચો વિકાસ સાધવો શક્ય છે. માત્ર દરેક હાથઉદ્યોગ આજે શીખવાય છે તેમ જડ યંત્રવત નહીં પણ શાસ્ત્રીય રીતે શીખવાવો જોઈએ. આ હું કાંઇક આત્મવિશ્વાસપૂર્વક લખું છું, કેમ કે એની પાછળ મારો અનુભવ પડેલો છે.જ્યાં જ્યાં મજૂરોને રેંટિયા પર કાંતતાં શીખવવામાં આવે ત્યાં બધે