આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨૬
શિક્ષકોના કેટલાક પ્રશ્નો


[અધ્યાપન મંદિર, હિંદુસ્તાની તાલીમી સંઘ, માં આવેલા શિક્ષકો જોડે થયેલા વાર્તાલાપનો 'વર્ધા શિક્ષણયોજના' એ લેખમાં શ્રી પ્યારેલાલે આપેલ હેવાલ આ છે. — સં.]


વર્ધાયોજના અને યાંત્રિક ઉદ્યોગ

શિક્ષકોનો પહેલો પ્રશ્ન એ હતો કે, "વર્ધાયોજના સ્થાયી નીવડે એવી છે કે માત્ર કામચલાઉ છે? ઘણા પ્રસિધ્ધ કેળવણીકારોએ એવો મત દર્શાવ્યો છે કે, થોડા વખતમાં હાથઉદ્યોગ નાબુદ થઈ તેને ઠેકાણે સર્વત્ર મોટા યાંત્રિક ઉદ્યોગો સ્થપાવાન છે. વર્ધાયોજનાના ધોરણે કેળાવાયેલો ને ન્યાય, સત્ય અને અહિંસાના પાયા પર રચાયેલો સમાજ મોટા યંત્રઉદ્યોગોના ધસારા સામે ઝીંક ઝીલીને ટકી શકશે ખરો?"

ગાંધીજી કહેઃ " આ વહેવારુ પ્રશ્ન નથી. એની આપણા તત્કાલિન કાર્યક્રમ પર અસર નથી પડવાની. આપણને નિસ્બત પેઢીઓ પછી શું થવાનું છે તેની સાથે નથી, પણ આપણા ગામડાંમાં વસતા કરોડો માણસોની ખરી જરૂરિયાત આ પાયાની કેળવણીની યોજનાથી પૂરી પડે છે કે નહીં એની સાથે છે. હું નથી માનતો કે હિંદુસ્તાનમાં યાંત્રિક ઉદ્યોગો એટલા ફેલાઈ જશે કે ગામડાં બાકી રહેશે જ નહીં. હિંદુસ્તાનનો મોટો ભાગ હંમેશાં ગામડાંનો જ રહેશે."

મહાસભા અને વર્ધાયોજના

બીજો પ્રશ્ન આ પુછાયોઃ "છેલ્લી પ્રમુખની ચુંટણીને પરિણામે મહાસભાની નીતિ બદલાશે તો પાયાની કેળવણીનું શું થશે?" ગાંધીજીઃ "આ ભય અસ્થાને છે. મહાસભાની નીતિમાં ફેરફાર થશે એની વર્ધાયોજના પર કશી અસર થવાની નથી. એની કંઈ પણ અસર પડશે તો મોટા રાજકારણ ઉપર જ પડશે.તમે અહીં ત્રણ અઠવાડિયાંની તાલીમ લેવા આવ્યા છો, જેથી તમે પાછા જઈ ને તમારા

૯૪