પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૦૦

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





 


હમણાં હમણાં સત્યવતીના ચહેરા પર ગહરી ઉદાસીનતા જોવા મળતી હતી જાણે કોઈ ચિંતામાં તે સળગતી હતી.

દેવવ્રત પૂછતો, ‘મા, તમે હમણાં હમણાં ઉદાસીન કેમ રહો છો ? ચિત્રાંગદને ગાદી પર ગાઠવ્યો. મેં પ્રતીજ્ઞાનું પાલન કર્યું છે છતાં તમને કોઈ ઊણપ જણાતી હોય તો મને કહો. મારી ક્ષતિ હશે તો હું તરત જ સુધારી લઈશ.’ પણ સત્યવતી કોઈ જવાબ દેતી ન હતી માત્ર એટલું જ કહેતી, ‘દેવવ્રત, તારી પ્રતિજ્ઞાના પાલનમાં કોઈ જ ક્ષતિ નથી, તે ચિત્રાંગદનો રાજ્યાભિષેક પણ ધામધૂમથી કર્યો ને મારુ ચિત્ત પ્રસન્નતાથી ભર્યું ભર્યું બની રહ્યું.’

‘છતાં તમારા ચહેરા પર ઉદાસીનતા કેમ છે? કોઈ પ્રશ્ન મૂંઝવે છે, મા?’

‘ના, બેટા ના. તારા વિષે કોઈ પ્રશ્ન હોય જ નહિ.’ સત્યવતી બોલી.

તે દેવવ્રતની નિષ્ઠાને ઝીણવટથી જોતી હતી. તેનો દીકરો ચિત્રાંગદ હસ્તિનાપુરની ગાદી પર બેઠો પણ રાજનીતિ પ્રશ્નોની સમજ ને રાજ્યની પ્રજાને સંતોષવાની કોઈ સમજ તેનામાં ન હતી. સત્યવતી પણ આ જાણતી હતી એટલે જ્યારે ચિત્રાંગદને રાજ્યાભિષેક કરવાનો પ્રસંગ ઉપસ્થિત થયો ત્યારે સત્યવતીની મૂંઝવણ અપાર હતી. શાન્તનુનું રાજ્ય બરાબર સચવાઈ રહે, પ્રજાને સંતોષ