આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"કાં ભૈલા!" એટલા હોઠના ફફડાટે એના દાંતની પંક્તિનું દર્શન કરાવ્યું. દાંતના ઊપટી ગયેલા રંગો બોલી ઊઠ્યા કે, એક દિવસ અમે આંહી પોથીનાં પાંદ અને મજીઠનાં તાંબૂલમાંથી ચૂયા હતા. પણ આ સ્ત્રીના જીવતરની કોઈક અજાણી ખટાશ અમને ધીરે ધીરે ખાઈ ગઈ છે, છતાં હવે અમે જેટલા છીએ તેટલા તો દાંતની જોડ જ જશું.

"અરે!" શિવે ઓળખી પાડીને તુરત જ જે ઉદગાર કાઢ્યો તેમાં આદર અને અણગમાનું, હર્ષ અને ઉચાટનું બેઉનું મિશ્રણ હતું.

"શારદુ ! તું!"

"ખોળી કાઢ્યો ખરોને, ભૈલા!" ઓળખાયેલી સ્ત્રીએ સાડીનો સણગટ સંકોરીને ફરી મોં મલકાવ્યું અને શિવના મોં પર મલકાટ આવવાની વાટ જોઈ. પણ એ વાટ ફોગટ જતાં પોતે કહ્યું : "હું દેશથી જ આવી."

"એકલી?"

"એકલી જ તો!" સ્ત્રીના એ બોલમાં પોતાની સ્થિતિનો વણખચકાયો એકરાર હતો. "આજ સવારે જ અમારી આગબોટ આવી. કેમ, ઘેર તો બધાં ખુશીમાં છે ને ભાઈ? ભાણો તો નરવો છે ને?"

"મોટી બહેનનો આ પ્રશ્ન વધુ મૂંઝવનાર હતો. એણે જવાબ આપવાને બદલે સવાલ પૂછ્યો: "તું જામનગરથી આવી, શારદુ!"

"જામનગરથી ઘેર માણાવદર ગઈ'તી, ને ત્યાંથી પરબારી આંહીં. મનમાં થયું કે લેને ત્યારે ભાઈને મળી આવું."

કેમ જાણે ખનાન-ટો જામનગર-માણાવદરની વચ્ચે આવેલું કોઈક પરિચિત ગામડું હોય તેવી અદાથી શારદુ નામની સ્ત્રીએ વાત કરી. યાંગંઉ જો સાંભળી શકે તો એને કેટલું ખોટું લાગે ! શિવશંકર જરીક ચિડાયો પણ ખરો. કાઠિયાવાડ બહાર કદી ન નીકળેલી પોતાની કંગાળ અનાથ બહેન શારદુની આ ધૃષ્ટતા તો હરકોઈ ભાઈને વધુ પડતી ભાસે.

મનમાં થયું કે હાલ, ભાઈને મળતી જાઉં ! વાહવા ! શરીરે પહેરેલ સાડીમાં તો બે-પાંચ થીગડાં છે. બગલમાં પોટલી છે. નથી સાસુ-સસરો