આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"અલાઈવ ઍન્ડ કીકીંગ!" (લહેરથી જીવે છે.)

"અદ્‍ભૂત!"

"મુસીબત અને મર્દાઈ, બેઉ જોડે ચાલે છે. આ બીજાં બાઈ. એને પ્લેગ હતો. એને અમે બેભાન સ્થિતિમાં ઉઠાવેલ. લૉંચમાં ભંડકિયાને તળિયે છુપાવીને લાવ્યા."

આમ વાતો કરે છે ત્યાં તો -

"અરે ઓ, ડૉક્ટર! પહોંચ્યા છોને શું?" એવા બરાડા પાડતા પેલા બેઉ મેલા કપડાંવાળા સાથીઓ આવી પહોંચ્યા: "ભલા આદમી! બોલતાય નથી?"

ગોરો વિનયથી દૂર ચાલ્યો ગયો.

"ઓહોહો! શામજી શેઠ, શાંતિભાઈ શેઠ! માંડ માંડ ઓળખાયા. હવે મહેરબાની કરીને મને ડૉક્ટર કહી બોલાવતા નહીં, નીકર હું જાહેર કરી આપીશ કે તમે બધા માલદાર છો; તો હમણાં આ ગોરો તમને પાછા ઉપાડશે. લશ્કરવાળો છે, હમણાં જ તમારાં નામ પૂછતો હતો."

"ઠે...ક! ચાલો હવે! આ તે કોઈ દેશ છે, ભાઈ! આ દેશ તો કોઈ જાલિમનો નીકળ્યો, હો ડૉક્ટર! આ દેશનાં માણસો મલકનાં ઉતાર. આ તમે બહુ વખાણતા, તો જોઈ લ્યો આ સંસક્રતીને. મારા બેટા, ગામેગામ કહેતા આવે છે કે, "બાબુ ત્વામલા, બાબુ ત્વામલા! મારા બેટા, જેટલા બહાર એટલા બીજા ભોંમાં! નરાતાર જાપાનને મળી ગયેલા, ને મીંઢા તે કાંઈ મીંઢા! જાપાનને દોરીને લઈ આવ્યા!"

"મુદ્દાની વાત કરોને શામજી શેઠ," નૌતમે કહ્યું, "આપનું નાણું તો બધું દેશ ભેગું થઈ ગયું છે ના?"

"ઈ તો થાય જ ના! નેળ્યનાં ગાડાં નેળ્યમાં થોડાં રહે છે! આ તો હું પ્રસ્તાપી પેટછૂટી વાત કરું છું, કે આ પંદર દા'ડામાં આ દેશનાં લોકોએ અમને જે અનુભવ કરાવ્યો છે તેની કાંઈ વાત કરી જાય તેમ નથી. સાહેબ! વગર પૈસે તો વઢાણી ઉપર મૂતરવાય તૈયાર નહોતા. લાવો પૈસા! ટભ્યા પેબા! નપ્યા પેબા! પેબા પેબા ને પેબા વિના બીજું