આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મારો કો-માંઉં (મોટો ભાઇ માંઉં) સાચું જ કહેતો હતો કે આ જાપાનીઓ આપણા સાચા મિત્રો છે. બાબલો પણ કેવો ડાહ્યો ! સમજતો હતો કે પોતે છબી પડાવે છે. બરાબર્ ડાહ્યોડમરો બનીને બેઠો હતો. મારી ગોદમાં બરાબર ફિટોફિટ સમાઈ જાય છે, હો ! અન્ એજાપાની ફોટોગ્રાફરો તો બચાડા ભુલાવામાં જ પડી ગયા કે આ મારું કાંઉલે છે. હી-હી-હી"

"તને તારું કાંઉલે ગમે ?" હેમકુંવરે હાંસી કરી.

"હા...આ...આ ! કેમ ન ગમે ? બહુ ગમે. મારા કાંઉલેને તો હું મારા મામા જેવો બહાદુર બનાવીશ. એની જાંઘે તો હું બરાબર મારા મામાના જેવું જ બિલ્લી-છૂંદણું પડાવીશ."

"કોણ પાડે ?"

"અમારા ફુંગીઓ પાડે. મંતરી આપે. પછી એ બિલ્લી જેવો દોડે, કોઈના હાથમાં ન આવે, કોઈના હાથે ન મરે. હું તો બાબલાને ય પડાવવા ગઈ'તી. પણ પાડી ન આપ્યું."

"હાય હાય ! આને તું છૂંદણું પડાવવા ગઈ'તી ! હેમકુંવરબહેન ચોંકી ઊઠ્યાં.

"નહીં ત્યારે ?" મારા મામા સયા સાન જેવો એને શૂરવીર કરવો હતો. પણ્ ફુંગી માન્યા નહીં. અમારા ફુંગીઓ તો જબરા કામરૂ ! આવાં આવાં કામણ જાણે. મામાને એમણે જ અજિત બનાવ્યા'તા. કાંઈ ફિકર નહીં. હવે તો મારો કો-માંઉ (મોટો ભાઈ માંઉ) ફૂંગી બન્યો છે ના ? એની પાસે છૂંદણું મંતરાવશું."

"માંઉ શું ફુંગી બન્યો?"

"હા જ તો. ઘેરથી સટકી ગયો છે. તે યાંગંઉ-મ્યો જઈ ફુંગી બન્યો છે, છૂપો ફુંગી હાં કે ? કોઈને ખબર નથી. મને જ જણાવ્યું છે.:

આમ નીમ્યાની વાતોને થોભ નહોતો. ડૉ. નૌતમ દરદીઓને રઝળતાં મૂકીને વારંવાર નીમ્યાની વિવેચના આલોચના સાંભળવા ઘરમાં આંટા મારતા હતા, અને એની કલ્પના ભૂતકાળમાં જઈ જઈ જોતી હતી: પિતા જ્યારે અહીં હશે ત્યારે આજની બુઢ્ઢી ડો-સ્વે પણ આવડી જ