આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સાંકડ છે. આપણે બંને એક વાર ધાએ ખેલીએ. મારું મુડદું તમારાં ચરણોમાં પડે તે પછી લઈ જજો તમારાં અપરાધીઓને !"

પોતાની સામે એક સ્ત્રીને ધા ઉઠાવતી દેખી જુવાન ફુંગી થડક્યો. એણે પૂછ્યું : કોણ છે એ?"

"છે મારા જ જેવાં : નર છે કલા અને નારી છે બ્રહ્મી. ને કો-માંઉ ! એમનો ઇષ્ટદેવ છે પ્રેમ. બ્રહ્મી નારીઓએ પ્રેમના કરતાં કોઈ બીજી વાતને ઊંચું આસન આપ્યું નથી. કુળને કે કુળપરંપરાને, વર્ગને કે દરજ્જાને, માબાપની મરજી કે દબાણને, હીરા, હેમ કે સંપત્તિને, મો'લાતોને, કોઈ કરતાં કોઈને બર્મી નારીએ પોતાનું જીવન નથી આપ્યું. આ નારીએ પણ એ જ કર્યું છે, એ વટલાઇને મુસ્લિમને વરી નથી. એ પરદાબીબી બની નથી. એ આઝાદ રહી છે. એણે પરધર્મ સ્વીકારી નિજધર્મને ત્યાગ્યો નથી. એણે બ્રહ્મદેશની સર્વોપરી પરંપરાના ઇષ્ટદેવ પ્રેમને ઉપાસ્યો છે. એ જો અપરાધ હોય તો ભલે કટકા કરો - પણ પહેલાં કાં મારા ને કાં તમારા ટુકડા પડે તે પછી."

ફુંગીના બેઉ હાથ પીઠ પછવાડે ભિડાયા. ત્યાં પાછળ ધા ઝૂલતી રહી. એણે કહ્યું: "તું ભણેલી-ગણેલી થઈને દેશનો પ્રાણપ્રશ્ન સમજી જ નહીં !"

"પહેલાં એ ફુંગીને સમજાવો, ઉઝીં ! કહો એમને કે દેશને સમજે, દેહ એકલાને જ ઉપાસતા અટકે, ઢમા ! ધા ન હોય તમારા હાથમાં; તમારા કરમાં તો શાંતિ-અહિંસાનું કમળ શોભે."

"આજે તો જાઉં છું."

"હા, ને હું ચરણોમાં વંદું છું, ફયા ! એક વારના આપણા સ્નેહનું પઢાઉ વૃક્ષ આજની આપણી કરુણાધારે સિંચાઈને નવપલ્લવિત રહેશે. થોડી વાર ઊભા રહો."

અંદર જઈ ઘોડિયામાંથી એ પોતાના નાના બાળકને લઈ આવી અને સાધુના ચરણોમાં નમાવ્યું.

આશીર્વાદના ધર્મબોલ ફુંગીની જીભ પર ન ચડી શક્યા. એના