આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"પચીસ વર્ષેય અમે નહીં પલટીએ, દુનિયા ભલે પલટી ગઈ હોય."

"પણ અહીંથી ગુજરાત જવું જ છે કયા ભાઈને?" શિવશંકરે જાણે કે સોગંદ લીધા.

"આ ઢો ભામાવાળાની સરકાર થશે ને કાયદો કરીને કાઢશે તો ?"

"તોય નહીં જઈએ." શિવનો નિશ્ચય હતો.

"અમે એટલી લાંબી ચિંતા કરતાં નથી. અમે તો બ્રહ્મીઓ." શિવની પત્ની બોલી.

"બાળક જેવાં !" રતુભાઈએ મર્મ કર્યો.

"બહુ મધુર દશા," સ્ત્રી બોલી, "થપાટ મારી કોઈ રડાવે તોય પળ પછી એને ખોળે બેસીને ખેલીએ."

"પણ તમારી ધા તો સાથે ને સાથે જ ના!"

"એ જ અમારું બાળકપણું. ધા ન હોત તો અમારો પ્રેમ અને અમારી લાલાઈ પણ ક્યાંથી હોત ?"

"ચાલો. હવે આજ તો જમાડશો ને ?"

"હા જ તો. હમણાં રોટલી કરી નાખું છું."

"રોટલી પણ વણો છો? ત્યારે તો પેલું બાળકપણું ગુમાવ્યું!"

"કયું?"

"હાંડીમાં પાણી ને ચોખા નાખી, ચૂલે ચડાવી, બહાર લટારે નીકળી પડવાનું. ફૂલો ને આભૂષણો લીધા કરવાનું."

"પણ રોટલીની બધી જ ક્રિયાઓ બાળકની જ ક્રીડા જેવી છે. હું કાંઈ એમને ગુજરાતી ખાણું ખવરાવવા નથી કરતી. હું તો બાળક જેવી થઈને રોટલીએ રમું છું."

"શિવા !" રતુભાઈએ ગુજરાતીમાં કહ્યું, "તારો સંસાર પાકે પાયે ચણાયો છે."

"મને તો એ કંઈ વિચારો જ નથી આવતા. મૂળાને પાંદડે મોજ