આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
આઠ


કરી શકીએ છીએ; આપણી શક્તિ કેળવીશું તો એક દિવસ આવશે કે જ્યારે એક જ હુકમે સમસ્ત શિક્ષકવર્ગ એકાએક પોતાની શાળાઓની બહાર નીકળી જશે અને ભણાવવાની સ્વયં હડતાળ પડશે. તે દિવસે ભણાવવું કેટલું મુશ્કેલીભર્યું અને મહત્ત્વનું છે તેનો ખ્યાલ માબાપોને આવશે, ઉપરી અધિકારીઓને આવશે. તેઓ કોઈ ચાકડા ઉપર પીંડો ચડાવી વાસણ ઉતારી શકવાના નથી. તેઓનાં છોકરાંઓ ઘરમાં અને શેરીમાં તોફાન અને હોહા કરશે; તેમને શાંત રાખવા અપાયેલી લાલચો લાંબો વખત ટકશે નહિ; તેમને વ્યવસ્થિત રાખવા ગોઠવેલા પોલિસોનો ખર્ચ ભારે પડશે; અને છોકરાઓની દુનિયામાં સડો, રોગો, અજ્ઞાન અને અંધકાર ફેલાશે. તે દિવસે તમે નમ્રપણે કહેજો; ‘‘દુનિયામાં અમારું જે યોગ્યસ્થાન છે તેનો સ્વીકાર કરો. અમાર ધંધાની પવિત્રતાને સન્માનો. અમારા જીવનવ્યવહારના સ્વાભાવિક ધર્મોનું પાલન કરવા અમારે જે દ્રવ્ય- સંપત્તિ જોઈએ તે તમે આપો.’’ તે દિવસ જગતમાં સોનાનો થશે કેમ કે તે દિવસે મનુષ્યોમાં સર્વોત્તમ મનુષ્ય એટલે કે ગુરુ, તેનો વિજય થશે. તે દિવસે પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રવૃત્તિ અધ્યયન-અધ્યાપન તેનું સંસ્થાપન થશે, તે દિવસે ફરી વાર મનુષ્ય-જીવન કલ્યાણને માર્ગે ચાલવા માંડશે. આ માટે આપણે તૈયારીઓ કરીએ. દીન-હીન હોવા છતાં આપણા સ્વત્વને-સન્માનને સાચવી રાખીએ, અને ભૂખે મરતાં છતાં ટટ્ટાર રહીને શિક્ષણકાર્યની સેવા કર્યા કરીએ. આપણે શિક્ષકો એટલે અધ્યયન-અધ્યાપન-કાર્યના પુરાણકાલીન ઋષિ-મુનિઓના વંશજો કહેવાઈએ. આપણું ધ્યેય ત્યાગ અને પ્રેમ હોય. આપણો આચાર નિર્મળ અને નિર્ભય હોય. આપણો