આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૪
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૮૪
 

૯૪ પ્રાથમિક શાળામાં શિક્ષક મહેતાજીની પદવી આપણે આપણી પદવી ઊંચી ચડે તેમ માગીએ છીએ. આપણું વજન અત્યારે કેટલું બધું ઓછું છે તે જગજાહેર છે. કોઈ પણ ગામમાં વહીવટી પોલિસ, ટપાલ અને દફ્તરી ખાતાનું જેટલું માન છે તેટલું તો ઠીક, પણ તેથી પા-ગણું પણ મહેતાજીનું માન નથી. આની ચિંતા ખાતાના વડાને જ હોઈ શકે. પોતાના ખાતાના માણસોને એક અદના પોલિસ જેટલુંયે માન નહિ. અગર તેટલીયે તેની સત્તા કે વગ ન ચાલે, એ સહન ન કરી શકાય તેવું છે. બીજા બધા કરતાં મહેતાજી ગામનો શિક્ષક છે; બાળકોને શીખવીને તે ગામને શિક્ષિત કરે છે. એક મહેતાજી એક ગામમાં પચીશ-ત્રીશ વર્ષ રહ્યો હોય તો ગામની એક-બે પેઢી તેના હાથ નીચેથી પસાર થઈ ગઈ હોય છે. વેપારીઓ અને લોકો તેની નિશાળે બેસી ગયેલા હોય છે. છતાં મહેતાજીનો ગામમાં બોજ નથી પડતો. ખાતાએ તેના બોજની ચિંતા રાખવી ઘટે છે, અને તે ચિંતા પ્રત્યક્ષ સ્વરૂપ મહેતાજીના પગારમાં કંઈક વ્યાજબી વધારો થયા કરે તેવી ગોઠવણ કરવામાં છે. મહેતાજી એવી સ્થિતિમાં આવી પડે છે કે તેણે પ્રતિષ્ઠા ખોવી જ પડે. ગરીબ સ્થિતિના માણસને માટે વ્યાવહારિક સ્વભાન સાચવવું મોટે ભાગે આકરું પડે છે, કારણ કે પેટ ભરવા માટે તેણે ઘણાના ઓશિયાળા થવું પડે છે, અને તેથી ઘણાઓને તે એક સાધારણ માણસ લાગી જાય છે; ને તેથી તેની કશી ગણના થતી નથી. આર્થિક મુશ્કેલીનો ઉકેલ મહેતાજીને કંઈક પદવી આપશે.