આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૫
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૮૫
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૮૫ મહેતાજીઓ જુદી-જુદી રીતે પોતે પોતાની પ્રતિષ્ઠા ખુએ છે. લોભી મહેતાજીઓ એટલા બધા કરકસરિયા જીવનથી જીવે છે કે ગામના ગરીબમાં ગરીબ માણસોના પણ તે હાંસીપાત્ર બને છે. એક તાવડી જેવી ચીજ લેવી હોય તો દસ વીસ તાવડીઓ તે જોવા માટે નિશાળના છોકરાઓ પાસે મગાવે છે, અને તેમાંથી સસ્તમાં સસ્તી પસંદ કરી તેમાંથી પાઈ અરધી પાઈ ઓછી કરાવી ખરીદે છે. છાણાંનો ભાવ નક્કી કરવામાં તે શાળાનો કેટલો બધો કિંમતી વખત ગુમાવે છે ? પાંચ છાણાં ઉપર કે ન ઉપર તે બાબતમાં ઘણી વાર વેચનાર સાથે ચડભડી ઊઠે છે. મહેતાજીએ લોભી રહેવું જોઈએ એવી પણ એક તેમની માનસિક રીતિ છે. મહેતાજી જરા છૂટથી રહે તો બીજા મહેતાજીઓ તેમની નિંદા કરે છે. પોતે પણ જરા છૂટથી રહે વ્યવસ્થિત, સ્વચ્છ અને કંઈક ધોરણવાળા રહેવામાં ભડકે છે. રખેને પોતે પોતાની સ્થિતિમાંથી ભ્રષ્ટ થઈ જાય ! મહેતાજીનું જૂનું ધોરણ તેઓ બદલવા માટે ઘણા નારાજ રહે છે. જુવાન મહેતાજીઓ પાંચ દિવસ સાચે જ યોગ્ય મહેતાજી થવાનું પસંદ કરે છે તે પ્રયત્ન કરે છે; એટલામાં જૂના શિક્ષકો તેને ઠંડો પાડે છે, ને પોતાના જેવો કરે નહીં ત્યાં સુધી તેમને શાંતિ નથી મળતી. આથી ચીલો તૂટતો નથી. મહેતાજી લોભી જ રહે છે. એક પાઈ ખર્ચતાં ભારે કષ્ટ વેઠે છે. પાઈ ગુમાવી પૈસાનો સમય બચાવી શકતો જ નથી. ઊલટું પાઈ બચાવવામાં રૂપિયાનો સમય અને પ્રવૃત્તિ ખુએ છે. મહેતાજી પાસે પૈસા