આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૬
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૮૬
 

૮૬ પ્રાથમિક શાળામાં શિક્ષક નથી તો તેણે પગાર વધે તે માટે સજ્જડ મહેનત કરી ઉપરીઓ પાસે લાયકાત અને જરૂરિયાત સાબિત કરી તેમની પાસે આગ્રહભરી માગણી કરવી ઘટે છે, પણ કંગાલ રહી ખાતાને કંગાલ દેખાડવું અને જાતને અશોભાવથી ઠીક નથી. પ્રતિષ્ઠા ખોવાની બીજી રીત-અને અત્યંત શરમાવે તેવી રીત લોટ માગવાની છે. કેટલાક નાના ગામડાના શિક્ષકો- અલબત્ત થોડા પગારને લીધે; અને પગાર વધે તો પણ પોતે બ્રાહ્મણ હોવાથી બાપદાદાનો ધંધો છે એમ ગણીને-ગામમાં લોટ માગે છે. લોટમાણુ મહેતાજીની શી કિંમત ? નિશાળે જે છોકરાઓ ઉપર બોજ પાડવો, જેને ગુરૂ થઈ ભણાવવું, અગર જેને રોફ મારી કે સોટી ચલાવી ભણાવવા તે જ છોકરાઓને ઘેરથી-તેજ છોકરાઓને હાથે-લોટની ચપટી લેવી! પછી આવા માસ્તરની શી પ્રતિષ્ઠા રહે? આવા માસ્તરની પાસે કોણ ભણે ? આવા માસ્તરથી ખાતાની આબરૂ કેવી વધે ? ખાતું બ્રાહ્મણ કે બાવા કે એવા શિક્ષકો કે જેનો કુલાચાર લોટ માગવાનો છે, તેમને તો એકાદ સખત સરકયુલરથી જ લોટ માગતા અટકાવી શકે. બ્રાહ્મણ માસ્તરો અલબત્ત ગામડામાં એક સંસ્કારી બ્રાહ્મણનું કામ કરી શકે છે. દાખલા તરીકે માસ્તર ગામમાં સાંજે સારા પુસ્તકની કથા કરી શકે છે એટલે સારું પુસ્તક વાંચી-સંભળાવી શકે છે; અને ગામની એ સેવા બદલ ગામ તેની જે કદર સ્વેચ્છાએ કરે તેનો સ્વીકાર કરી શકે છે. ગામની મોટી ઉંમરના અભણ લોકોને વિદ્યા આપી શકે છે, ને તેમને પોતાના ઋણી કરી