આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૭
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૮૭
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૮૭ શકે છે. એવા ઋણી લોકો માસ્તરને ત્યાં કોઈ નાનો મોટો પ્રસંગ આવે ત્યારે જુદી જુદી મદદ કરીને માસ્તરને ‘જાણે’ તો તે માસ્તરને માટે માન્ય છે. પણ માસ્તરના ગામના શુકલ કે ગોરની જગા લઈ શકે નહિ; મરણપરણની ક્રિયા કરાવીને તેમાંથી પૈસા કમાવાય નહિ; સત્યનારાયણની કથા વાંચી તેમાંથી પાઈ પૈસો તેનાથી કમાવાય નહિ; અને મોઢવાનું કે હળ જોડવાનું મુહૂર્ત જોઈ આપી તેમાંથી કમાણી તો કરી શકાય જ નહિ. કેમ કે એમ કરવા જતાં લોકોમાં વહેમ વધે છે, અને કેળવણીને માર્ગે કાંટા પડે છે. વળી જો ન કરે નારાયણ ને ગઢવી ઘોડે ચડે, તેની પાસે પાંચ પૈસા હોય તો તેણે તે પૈસાનો વેપાર કરવામાં પણ ઊતરવું નહિ. મહેતાજીનું કામ જ ભણાવવાનુ. વેપાર કરવા બેસે ત્યારે તે વણિક થઈ જાય. વિદ્યા બ્રાહ્મણની અને વેપાર વાણિયાનો. શિક્ષક ગમે તે જ્ઞાતિનો હોય પણ તે બ્રાહ્મણ છે. તેણે તો એક જ કામ કરી પોતાની પ્રતિષ્ઠા રાખવાની છે. ઉત્તમ વેપાર લક્ષ્મીને એકઠી કરવામાં વે છે. ભેગું કરવામાં છે, જ્યારે શિક્ષણ દાન દેવાનું કાર્ય છે. શિક્ષક જ્યારે શિક્ષક મટી વેપારી થાય છે ત્યારે તે ભ્રષ્ટ થાય છે, ને તેની પ્રતિષ્ઠા ઘટે છે. માટે શિક્ષકે પોતાની પ્રતિષ્ઠા ખાતર આવી બધી બાબતોથી દૂર રહેવું જોઈએ. શિક્ષકો પોતાના ધંધાની આબરૂ સાચવી રાખશે ?