આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૮
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૮૮
 

૮૮ પ્રાથમિક શાળામાં શિક્ષક પંતુજીવેડા ન કરીએ આવું હવે ન ચાલે. આપણે હવે આપણા વેડા છોડવા જોઈએ. એ વેડા છોડવા હું પણ પ્રયત્ન કરી રહ્યો છું. આપણે બધા જ આવા છીએ એમ નથી, પણ આપણામાંના ઘણા આવા છીએ. આપણે તેવા મટવું જોઈએ. સ્વચ્છતા અને સાદી ટાપટીપના આ જમાનામાં આપણે આઠ દસ દિવસની દાઢી વધારીએ તે ન ચાલે. આપણે ચાર દિવસે દાઢી બોડાવી લઈએ. આપણે પણ સાફસૂફ થઈને ચાલીએ. આપણાં કપડાં ગંદા ન જોઈએ. અને કદાચ આપણે ગંદા નથી રહેતા તો લઘરા રહીએ છીએ. આપણે દરજીને કપડાં તો આપીએ છીએ, પણ બંધબેસતા કપડાં કરવા તરફ ધ્યાન નથી આપતા. રંગ અને ભાતમાં કપડું ગમતું ખરીદતા નથી. લંબાઈ-ટૂંકાઈમાં કશો મેળ રાખતા નથી. આ હવે ન ચાલે. આને આપણે કાઢી નાખીએ. એક બીજી જાતના આપણામાં પંતજીવેડા છે : જગાએ અને નહિ જગાએ, જ્યાં અને ત્યાં લોભ કરવાના. આપણે હમણાં ગરીબ છીએ એ ખરી વાત. આપણે પણ લાયકાત પ્રમાણે સંપત્તિવાન થવાના છીએ. નહિતર આપણા જેવા શિક્ષકની ગરીબ જાતને પણ તોફાન કરીને કોઈના પૈસા પડાવી લેતાં આવડશે. વિચિત્ર જમાનો ચાલ્યો આવે છે. પણ આજે