આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૯
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૮૯
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૮૯ આપણે આ લોભિયાપણું છોડી દઈએ. દરેક વેપારીને આપણને હસે છે. 41 7) પક્કો વાણિયો પણ ભાવતાલમાં જે કસોટી કરે છે તેથી પણ આપણે કરવામાં મૂરખ લેખાઈએ છીએ ને ઠગાઈએ છીએ. એ તો જાણે કે લોભમાં લેખું. શાકવાળો પણ હસે, મોચી પણ હશે, દરજી પણ હસે, તાવડી વેચવાવાળો કુંભાર પણ હસે ! બધાને મન માસ્તર ભારે લોભી. આ છાપ આપણે ન જોઈએ. લોભમાં જ વાત આવી જાય છે; તે એ કે મફત કરાવી લેવા નીકળવું. ‘‘એ ભાઈ, જરા એક તાવડી મૂકી જજે.’’ ‘‘એ ભાઈ, પાંચ છાણાં નાખી જજે.' ‘એ ભાઈ, આજ પાશેર દૂધ આપી જજે; મહેમાન છે. ‘એ ભાઈ, જરાક જોડો સાંધી દે જે. ઘણી વાર આપણો વેંત એવો હોય છે કે એમ કરીને આપણે મફત લેવું. આ આપણા વેડા. આથી આપણી પ્રતિષ્ઠા નહિ. આમાં આપણી મોટાઈ નહિ. આપણને પછી કોણ માન આપે ? એક બીજાં વેડા તે જેની-તેની ખુશામત કરવી. આપણે તો જાણે કોઈને નારાજ જ ન કરી શકીએ. આપણે તો ‘જી લબ્બે’ ‘હાજી હા' જ ભણવાનું. આપણે તો આનેય રાજી રાખવો ને તેનેય રાજી રાખવો. પણ શા માટે ? શા માટે ગામ આખાને આપણે રાજી રાખવું ? ટટ્ટાર ગરદન રાખી ચાલવું ને સાચું હોય ને જરૂર પ્રસંગે કહેવું. ખુશામત કરવાનું કોઈ જ નથી કહેતું. પણ ખુશામત કર્યા પછી તે નથી કરતા ત્યારે સૌ કહે છે કે આ માણસ જરા ફાટી