આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૧
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૯૧
 

કામ ગામડાનો શિક્ષક ગામડાના શિક્ષકને ગામડાના શિક્ષકની સ્થિતિ શહેરના શિક્ષકથી જુદી છે. જેણે ગામડામાં જઈ સાચેસાચ કામ કરવું હોય તેણે કેટલીએક બાબતો બરાબર ધ્યાનમાં રાખવી જોઈએ. શહેરનો શિક્ષક ગામડામાં શહેરીજીવન ગાળશે. શહેરી ઢબે રહેવા જશે, શહેરને ગામડામાં લાવવા મહેનત કરશે, શહેરીની મોટાઈથી ગામડિયાઓ વચ્ચે બેસશે, શહેરની સ્વચ્છતા શહેરનો દબદબો, શહેરનું એકલસોયાપણું તે રાખશે, ગામડિયા પ્રત્યેનો શહેરી લોકોનો અનાદર તે દાખવશે, શેહરી જિંદગીનાં વખાણ કરશે અને પોતાના ઘરમાં શહેરી જીવન વસાવશે, તો તે ગામડાના શિક્ષક તરીકે નિષ્ફળ જશે. ગામડાના શિક્ષક ગામડાની સાથે રહેવું જોઈશે. અતિ ઊજળાં લૂગડાંવાળો ગામડાનો શિક્ષક, હંમેશાં હામત કરનરો ગામડાનો શિક્ષક, સ્વચ્છ રહેવા ખાતર બધાને છિટ્ છિટ્ કરનારો ગામડાનો શિક્ષક, પોતે બીડી તમાકુથી મુક્ત હોવાથી બીડી તમાકુ ખાનારને એકદમ તિરસ્કારનારો શિક્ષક, ગામડામાં પોતાનો પગપેસારો કરી શકશે નહિ. જે શિક્ષકનું ધ્યેય ગામડામાં જઈને કામ કરવાનું હોય તે મનથી, નીતિથી અને આચારથી ગામડિયાઓથી સ્પષ્ટ રીતે ઊંચો રહે; પરંતુ તેમને એમ ન લાગવા દે કે તેઓ ઘણા નીચા છે, અગર તેઓ શિક્ષકની નજરમાં ધિક્કારને