આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૨
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૯૨
 

૯૨ પ્રાથમિક શાળામાં શિક્ષક પાત્ર છે, અગર તેઓની નજરમાં ગામડાનો શિક્ષક અમલદાર રૂપ અગર મોટા માણસ રૂપ છે. અમલદાર, મહંત કે મોટો માણસ ગામડાના હૃદયમાં પેસી નહિ શકવાથી માણસોનું ભલું કરી શકતો નથી; તેમ જ શિક્ષક ગામડિયાઓની વચ્ચે પોતાનો મોટો ગણાવીને બહુ મોટાઈથી રહેશે, તો તે તેમના હૃદયમાં પેસી અને શકશે નહિ. ગામડામાં રહેનાર શિક્ષક એવી રીતે રહેવું જોઈએ કે ગામડિયાઓને એમ લાગે કે તે બહુ મોટો વિદ્વાન નથી કે અદ્ભુત પુરુષ નથી; પણ તે પોતાની વચ્ચે રહી શકે તેવો અને છતાં પોતાની નજીક રહી પોતાને ચડાવી શકે તેટલો ઊંચો છે. ગામડિયાઓ મૂરખ માણસો નથી; તેઓ જેમનાથી અત્યંત અંજાય છે તેમની પાસેથી, તેમ જેઓ તેમનાથી અત્યંત દબાય છે તેમની પાસેથી, તેઓ કશું લઈ શકતા નથી. એટલે જ શિક્ષકે વધારે પડતા મોટા થવાનો ડોળ કરવા કરતાં, અથવા પોતાની મોટાઈ પ્રગટ થવા દેવા કરતાં, જરા ઉચ્ચ પણ સામાનય મનુષ્ય તરીકે દેખાવાની જરૂર છે. વળી તેણે બીજે છેડે પણ જવાની જરૂર નથી. તેણે સેવાભાવના તરંગમાં ગામડાના લોકોના એકદમ દીન દાસ બનવાનું પણ નથી. અતિ નમ્રતાને સમજવી ને તેની કદર કરવી એ બહુ કઠિન કામ છે. અબૂજ લોકો નમ્રતાને દીનતામાં અથવા બેવકૂફીમાં લેખે છે. ભલું કરવાની તૈસે હોંશ છતાં શિક્ષકે ગામડિયાઓને ઘેર-ઘેર ભટકીને, તેમને ભાબાપા કરીને, તેમની દાઢીમાં હાથ નાખીને, તેમને સુધારવા