આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૩
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૯૩
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૯૩ કે ભણાવવા માટે પ્રયત્ન કરવાનો નથી. તેણે સમતોલ રહેવાનું નથી. માણસ તરીકેનો પોતાનો માનમરતબો સાચવી પોતાનો ધંધો કુનેહ અને કુશળતાથી ચલાવવાનો છે. ગામડામાં કામ કરનાર શિક્ષકે અજ્ઞાન અને સ્વાર્થ બન્ને સામે લડવાનું છે. શિક્ષણનો પ્રકાશ આવવાથી સ્વાર્થી વેપારીઓ, ભૂવા, જોગી અને જતિઓ મૂંઝાશે; અને તેઓ શિક્ષકની સામે જાત-જાતના કાવતરાં કરશે. આ બધું હોવા છતાં શિક્ષકે દઢતા અને ઉપેક્ષા રાખવાં અને પોતાનું કામ કર્યે જવું. વિરોધીઓની સામે વિરોધગતિએ ચાલ્યા વિના, ઘર્ષણ પેદા થવાને અવકાશ આપ્યા વિના, સર્વ સામાન્ય સુજનતા અને રચનાત્મક કામ વડે તેણે આગળ વધવું, સ્વાર્થી લોકો શિક્ષકને બનાવવાની, હલકો પાડવાની, ભોંઠો પાડવાની તકો શોધે છે. સહૃદયી રહ્યા છતાં શિક્ષકે ચાલાક રહેવાનું છે. લુચ્ચાઈ ચાલાકી નથી; જાગૃતિ એટલે ચાલાકી. શિક્ષકે તેવા સ્વાર્થી લોકોના પંજામાં ન આવવા માટે કાળજી રાખવી. તેઓને આપણે છેતરીશું અને તેમ કરી વશ કરીશું તેવી આશા રાખવી જ નહિ. તેમ તેમની ઉપલક મમતા કે થોડી મદદથી છેતરાવું નહિ. આડુંઅવળું જોયા વિના વિદ્યાર્થીઓને શીખવીને તેમને પોતાના કરવા, અને પરિણામ બતાવી લોકોને ખાતરી કરાવી આપવા કે શિક્ષક કામનો છે. વાતો કરનાર શિક્ષક લાંબો વખત કયાંય પણ નભી શકે નહિ. આપણા મનમાં ગામડાને માટે ગમે તેટલી દાઝ હોય, અને ગામડામાં ઘણું કરી શકાય તેવી આપણી પાસે કલ્પનાઓ અને