આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૪
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૯૪
 

પ્રાથમિક શાળામાં શિક્ષક યોજનાઓ હોય, તો પણ આપણે એ બધું એકીસાથે અમલમાં મૂકવાની ભૂલ કદી પણ ન કરવી. યોજના કર્યા વિના, હિસાબ ગણ્યા વિના, આપણે માત્ર આવેશથી કૂદી પડીએ છીએ, તેથી જ લોકો આપણને ‘મેતલા’ કહે છે. માટે ગામડામાં જઈને ગામડાનાં દર્દો મટાડવા માટે ઘણું ઘીમેથી ચાલવું. એક વસ્તુ સિદ્ધ થયા પછી જ બીજી આદરવી. ૯૪ jmj }}¢j¢1280 બીજું, ગામડાના શિક્ષક કદી વધારે પડતી આશાઓ રાખવાની નથી. પોતાની શક્તિ ઉત્તમ છે, માટે હમણાં જ બધું થઈ શકશે એવું કદી માનવું નહિ. ગામડાના લોકો સદૈવ અભિમુખ રહે છે અને તેઓ ‘હાજી હા’ કરે છે, માટે હમણાં જ બધું થઈ જશે એવી ભૂલમાં પડવું નહિ, અતિ આશા રાખીને વધારે પડતા વેગથી કામ કરનાર શિક્ષકને નિરાશ થવું પડે છે. વળી ગામડામાંનું કાવ્ય પુસ્તકમાં છે, લેખકની કલમ ઉપર છે, તેમ સમજવું. ગામડાંના લોકો બધા ભોળા છે, પવિત્ર છે, એમ માનવું પણ ભૂલભરેલું છે. તેઓ પણ ગુલામીના ઝેરમાં ફસાયેલા હોઈ દુનિયાના ગુલામોની બધી બદીઓથી ભરેલા છે. તેથી તેમની સાથે કામ પાડવામાં તે બધી હકીકત ધ્યાનમાં રાખવાની છે. ગરીબાઈને લીધે તેઓ ઠીક-ઠીક સ્વાર્થી અને લુચ્ચા છે; એમ જાણ્યા છતાં, ગભરાયા વિના, તેમના પ્રત્યેની દિલસોજી ખોયા વિના, કામ કરવું.