આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૫
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૯૫
 

૯૫ પ્રાથમિક શાળામાં શિક્ષક શહેરમાંથી ભાગીને ગામડામાં કામ કરવા જનાર શિક્ષકને ગામડામાંથી પણ ભાગવું ન પડે માટે તેણે પહેલેથી જ બધી બાબતોનો વિચાર કરી લેવાનો છે. ગામડામાં રહેનાર શિક્ષકે શિક્ષણનું કાર્ય એકધારું કર્યા કરવું. જનસમાજમાં અનેક દુઃખો છે. તે બધાં દુઃખોનો ઉકેલ કાઢવાનું કામ એકલા શિક્ષકોનું નથી. તેણે તો મનુષ્યમાં જ્ઞાનનો પ્રકાશ પાડવાનો છે; અને એ પ્રકાશથી અંધકાર આપોઆપ નાસી જશે એવી શ્રદ્ધા રાખવાની છે. એટલે જ તેણે ગામડાને વૈજ્ઞાનિક દૃષ્ટિ આપવાની છે, નહિ કે ભૂવા સાથે લડવાનું છે. ગામડાને આર્થિક ઉન્નતિનો માર્ગ બતાવવાનો અને અવનતિ કેમ થઈ તે સમજાવવાનું છે, નહિ કે વહીવટી અમલદારો સાથે લડવાનું છે. જીવનમાં દુ:ખો કેમ પેદા થાય છે અને તે કેમ શમે તેના આચારવિચાર તેણે વિદ્યાર્થીઓને અને લોકોને બતાવવાના છે, નહિ કે તેનું કામ છૂટાછેડા કરાવવાનું કે ઘરઘરણાં કરાવવાનું છે. તેણે તો પ્રકાશનો દીવો સળગાવી ચોમેર પ્રકાશ પાડવાનો છે; તેણે જ્યાં ત્યાં આગ લગાડવાની નથી. ગામડું નાનું સ્થળ છે, ગામડાના બધા માણસોનાં જીવન નજીક નજીક અને ટૂંકા ક્ષેત્રમાં-ટૂંકા વર્તુળમાં હોઈ એક બીજાને પારદર્શક છે. તેને લીધે ઘણી વાર શિક્ષકને ગામડાના દુશ્વરિત માટે લાગી આવે ત્યારે શિક્ષકે ધીરજથી તેનો વિચાર કરવાનો છે; કડવાં વેણ અગર એક સખત બહિષ્કારથી નિકાલ આવશે નહિ. વળી ગામડાનો શિક્ષક ગામડાના મંદિર જેવો છે. લોકો