આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૬
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૯૬
 

૯૬ પ્રાથમિક શાળામાં શિક્ષક તેની પાસેથી જીવનની ઉચ્ચતા, સંસારની શાંતિ અને ચારિત્ર્યની દઢતા માગે છે. એટલે ગામડાના શિક્ષકનું ઘર, તેનો વ્યવહાર, પ્રામાણિક અને પવિત્ર હોય; તેમાં કૌટુંબિક કજિયા કે એવું પ્રાકૃત જીવન ન હોય. ગામડાના વિદ્યાર્થીઓ હજુ સુધી ભણવાની ચક્કીમાં પિસાયા ન હોવાથી તેઓ કલ્પનામાં, ક્રિયાશક્તિમાં, બુદ્ધિશક્તિમાં, બધામાં તીવ્ર છે. તેમનું કોઠાડહાપણ અનુભવથી વધારે છે. શિક્ષક આ વાત ધ્યાનમાં તેના શિક્ષણનો કાર્યક્રમ વિચારવાનો છે. ગામડાનો શિક્ષક ગામડાનાં છોકરાંઓને શહેરી છોકરાંઓનું કે શ્રીમંતોના છોકરાંઓનું વાતાવરણ કે શિક્ષણ આપવા નથી ગયો; તેમને પોતાના જેવા સાહિત્યકારો, ચિત્રકારો કે સંગીતકારો બનાવવા કેળવ નથી ગયો; તેમના ઉદ્યોગોમાંથી તેમને ભ્રષ્ટ કરી કારકુનથી માંડી પ્રોફેસર સુધીની યોગ્યતા મેળવવાની શક્તિ આપવા નથી ગયો. પણ તે ગામડામાં ગામડિયા જીવનનો જે કુદરતી માલ છે તેને ઘડીને, સંસ્કારીને, તેમના પોતાના જ કામ માટે ઊંચો અને બંધબેસતો કરવા માટે થયેલ છે. જે શિક્ષકની કલ્પનામાં ગામડાનો માણસ એક સુંદર ખેડૂત તરીકે, ગામડામાં ચાલતી કામગીરીના સારા કારીગર તરીકે નથી આવતો, પણ જેવી કલ્પનામાં વકીલ, ડૉક્ટર, ચિત્રકાર, તત્ત્વવેત્તા, સાહિત્યકાર વગેરે જેવો આવે છે, તેણે ગામડામાંથી નીકળી શહેરમાં ભણાવવા જવું, કેમ કે તે ગામડાનો શિક્ષક જ નથી. જેનું મન હંમેશ શહેરમાં લાગેલું હોય, જે ગામડાથી અસંતોષી હોય, જે માનતો હોય કે ગામડામાં રહેવાથી પોતાની ઉન્નતિ નથી, તેવા માણસે તો ગામડાના