આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૭
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૯૭
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૯૭ શિક્ષણકાર્યમાંથી નીકળી જ જવું. ફક્ત જેને ગામડાનો રંગ લાગ્યો હોય તેણે જ ત્યાં રહેવું. સરકારી દરબારી ધોરણે ચાલતી ગામડાની શાળા ચલાવનાર શિક્ષક પણ ધ્યાનમાં રાખે કે પોતે ગામડાનો શિક્ષક છે. ગામડાને લાયકનો કે નાલાયકનો ગમે તેવો અભ્યાસક્રમ તેને ભણાવવો પડતો હોય તો પણ તેણે શિક્ષણમાં ગામડાની દૃષ્ટિ રાખવાની છે. અભ્યાસક્રમમાં પોતે ફેરફાર ન કરી શકે પણ અભ્યાસક્રમ સાથે તે ગામડાના વિદ્યાર્થીઓને ગામડામાં રહેવાનું, ત્યાં રહીને પોતાનું વતન સુધારવાનું, અને ત્યાં જે ઉદ્યોગો પડેલા છે. તેને જીવતા કરવાનું મન થાય, તેવી જાતનું શિક્ષણ આપી શકે, તેણે આપવું જોઈએ. દરેક ગામડાના શિક્ષકે હરહંમેશ ગામડાને માટે કેવી કેળવણી જોઈએ તેના વિચારો ઉપરી અધિકારીને જણાવી તેમાં ફેરફારો માગવા જોઈએ. ગામડાના માણસો તેવા ફેરફારો માટે હિલચાલ કરે તેવું તેમને બતાવવું જોઈએ; અને પોતે પણ તેવા ફેરફારો માટે પોતાના વિચારો સર્વત્ર ફેલાવવા જોઈએ. આજે હિંદુ ગામડામાં છે. અને તેથી હિંદનો સાચો શિક્ષક પણ ગામડામાં છે. ગામડાનો શિક્ષક જેટલો સમર્થ હશે તેટલો હિંદુ અવશ્ય સમર્થ થશે. શહેરના શિક્ષક કરતાં પણ ગામડાના શિક્ષકની ઘણી મોટી જવાબદારી છે, એટલું પણ જો તે સમજે તો આજે ઘણું બન્યું કહેવાય.