આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૮
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૯૮
 

૯૮ પ્રાથમિક શાળામાં શિક્ષક નવરાશે કરવા જેવું ગામડાના શિક્ષકોને દેખીતી રીતે નવરાશ હોય છે. શહેરના શિક્ષકો ખોટી દોડાદોડ અને જંજાળમાંથી બચે તો તેઓ પણ નવરાશ મેળવી શકે છે. આ નવરાશને આપણે આપણી આર્થિક સંપત્તિ વધારવામાં વાપરવી જોઈએ. આપણી આર્થિક સ્થિતિ સ્વપ્ન સેવવાથી સુધરવાની નથી. આર્થિક સ્થિતિ સુધારવાનો એક જ ઉપાય છે, અને તે કાંઈ ને કાંઈ ઉદ્યોગ. શહેરનો શિક્ષક શિક્ષણશાસ્ત્રમાં પોતાનો અભ્યાસ વધારે શિક્ષણના વિષયમાં પ્રમાણભૂત થવાનો ઉદ્યોગ કરે તો લેખક તરીકે અને ભવિષ્યમાં વ્યાખ્યાતા તરીકે તેની કિંમત મળશે. શહેરનો શિક્ષક નવરાશે વેપારીનું નામું માંડવા જાય તે ન શોભે, પણ શહેરનાં જુદાં જુદાં પુસ્તકાલયોમાં ગ્રંથપાલ તરીકે કામ મેળવી શકે અને ત્યાંથી કમાઈ શકે. એવો પણ ઉદ્યોગ ખીલવી શકાય કે શિક્ષકો સારા શ્રીમંતોને ત્યાં શિક્ષણ-વિષયક વાચન આળસુ શ્રીમંતોને સંભળાવે અને તેનો બદલો લે, અત્યારે છાપાં વાંચી સંભળાવનારાઓ કમાણી કરી શકે છે તે જાણીતી વાત છે. ઉપરાંત શિક્ષક અક્ષરશાળા ચલાવીને સેવા સાથે નાનો એવો બદલો પણ મેળવી શકે છે. સારો શિક્ષક જનસમુદાય માટે સંસ્કારિતાના વર્ગો, કેળવણીના વર્ગો, સુવાચનના વર્ગો પણ કાઢી શકે છે. કોઈ શિક્ષક લોકગીત ગાવાની જ શક્તિ મેળવીને તેના ખાનગીાહેર જલસા કરીને પૈસા મેળવી શકે, તો કોઈ નાનાં મોટાં સૌને વાર્તા કહીને તેમાંથી પણ કંઈક મેળવી શકે. શિક્ષકની મર્યાદામાં આવતા કોઈ પણ વિષયમાં શિક્ષકે નિષ્ણાંત થવું જોઈએ; તેની ઉપયોગીતા લોકો આપોઆપ સ્વીકારશે, અને તેનો બદલો પણ આપશે.