આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૯
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૯૯
 

૯૯ પ્રાથમિક શાળામાં શિક્ષક બે-ચાર શિક્ષકો મળી વિદ્યાર્થીઓને લાયકની સ્વદેશી ચીજોનો ભંડાર ખોલી શકે છે; બાલસાહિત્ય પ્રકાશન સહકારી મંડળ કાઢી શકે છે; વિદ્યાર્થીઓને ભૌગોલિક પ્રવાસો ઉપર લઈ જઈ શકે છે; સારાં સારાં પ્રદર્શનો રચી વિદ્યાર્થીઓને બતાવી શકે છે. આટલું ઉદ્યોગની દૃષ્ટિએ-આર્થિક દૃષ્ટિએ વિચારીને તે કરે તો જરૂર બે પૈસા મેળવી શકે. લોકોનાં બાળકોને અનેક જાતની સેવાની જરૂર છે; અને શિક્ષકો તે આપી શકે તો તેઓ તેના બદલાના વાજબી હકદાર થાય. ગામડામાં શહેરના ઘણા ધંધાઓ બની ન શકે. છતાં ગામડાનો શિક્ષક પણ અક્કલ ચલાવી શકે છે. ગામડું અને તેની આસપાસની પરિસ્થિતિનો સારો અભ્યાસ કરી લોકોનો સાચો સલાહકાર તે થાય, તો લોકો તેનો બદલો આપ્યા વિના નથી રહેવાના. ગામડાના ઉદ્યોગોમાંથી પોતે પણ નવરાશની વેળાએ જરૂર કરી શકે. હાથપગ ચલાવે તો નાની એવી ખેડમાંથી બે માણાં દાણા કાઢે જ કાઢે; નાના એવા વાડામાંથી શાક-પાંદડાનો ખર્ચ કાઢે; અને ઊભું વરસ થોડું પણ કાંતીને પોતાના કુટુંબને વગર પૈસે ઢાંકી શકે. માણસમાં જે જોઈએ છીએ તે બુદ્ધિની અને હૃદયની શુદ્ધિ જોઈએ છીએ. શિક્ષકમાં એ અવતરો.