આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૦
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૦૦
 

૧૦૦ પ્રાથમિક શાળામાં શિક્ષક એકશિક્ષક પદ્ધતિ પ્રાથમિક શાળાઓમાં આજે વર્ગશિક્ષણ છે. વિષય શિક્ષણ માધ્યમિક શાળાઓમાંથી શરૂ થાય છે. વર્ગશિક્ષણમાં એક શિક્ષકને આખો વર્ગ સોંપવામાં આવે છે. તે શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને ભાષા, ગણિત, ઈતિહાસ, ભૂગોળ વગેરે વિષયો સમયપત્રક ગોઠવી શીખવે છે. વર્ષ આખરે નિશ્ચિત અભ્યાસક્રમ પૂરો કરી વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસારે છે. બીજે વર્ષે નવા વિદ્યાર્થીઓ આવે છે. અભ્યાસક્રમ અને શિક્ષક એના એ જ રહે છે ને બીજા વર્ષનું કામ ચાલે છે. આમ પ્રાથમિક શાળાના બધા વર્ગોમાં બને છે. જ્યારે વર્ષ બદલાય છે ત્યારે વિદ્યાર્થીઓને નવો શિક્ષક અને શિક્ષકને નવા વિદ્યાર્થીઓ મળે છે. આટલું બન્નેને માટે નવું મળે છે. પણ જ્યારે વિદ્યાર્થીને નવું શીખવાનું હોય છે, ત્યારે શિક્ષકને એનું એ-વર્ષોથી પોતે જે શીખવતો આવેલ છે તે શીખવવાનું હોય છે. જ્યારે વિદ્યાર્થીને મન આખી પરિસ્થિતિ નવી નવી હોય છે ત્યારે શિક્ષક એની એ જૂની પરિસ્થિતિ વચ્ચે પડેલો હોય છે. જ્યારે વિદ્યાર્થીનું જ્ઞાન દિવસે-દિવસે વધવાનું હોય છે, ત્યારે શિક્ષકને એના એ જૂના જ્ઞાનનું આવર્તન કરવાનું રહે છે. જ્યારે વિદ્યાર્થીઓમાં આગળ વધવાનો-નવું જાણવાનો ઉત્સાહ ભર્યો હોય છે. ત્યારે શિક્ષકે એનું એ વારંવાર જાણીને કંટાળેલો હોય છે. આમ આજના વર્ગશિક્ષણમાં નવા ઉત્સાહભર્યા આગળ વધતા વિદ્યાર્થીઓ માટે નવો ઉત્સાહભર્યો આગળ વધવા માગતો શિક્ષક મળતો નથી. કશી નવીનતા નથી હોતી તેથી શિક્ષકના