આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૨
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૦૨
 

૧૦૨ પ્રાથમિક શાળામાં શિક્ષક હશે અને આમ જ ભણાવાતું હશે એવો તેમને ખ્યાલ બંધાય અને તેમાં ગોઠવાઈ જાય. પરંતુ તેની પાછળ કોઈ પ્રબળ પ્રેરણા ન હોવાથી, સળગતી જ્યોતે જ્ઞાનદીપ સળગતો ન હોવાથી, ટૂંકમાં ભણતરનું જીવંતપણું ન અનુવવાથી તે નિસ્તેજ, ઢસરડા કરતો અને રસહીન દેખાય છે. તે પણ પાસ થવાને માટે મહેનત ઉઠાવે છે. પરંતુ શાળામાંથી છૂટવાને સદા તૈયાર હોય છે. વર્ગ અને શિક્ષક તેને પ્રિય લાગતા નથી. જે આપણને પ્રાણ આપતું નથી તે આપણને ગમતું નથી, એ સ્વાભાવિક નિયમ છે. ટૂંકમાં, શાળા તેને બંધન લાગે છે, ભણતર ભાર રૂપ થઈ પડે છે, ને રસ ન હોવાથી આપણે જેને તોફાન-મસ્તી કહીએ છીએ તે દેખાય છે. ખરી રીતે એ બધું ખરી પ્રાણપોષક પ્રવૃત્તિ ન મળતી હોવાને લીધે બને છે. વળી આ જાતની વર્ગશિક્ષણ-પદ્ધતિમાં શિક્ષકને વિદ્યાર્થીને ક્રમિક વિકાસ અને જ્ઞાનવૃદ્ધિ સાથે કશો સંબંધ રહી શકતો નથી. વિદ્યાર્થીનીચલા ધોરણમાંથી ઉપલા ધોરણમાં આવે છે. અભ્યાસમાં તે કયાં સુધી પહોંચ્યો છે તે આગલો શિક્ષક અને પરીક્ષક જાણે છે, પણ તે તેમની પાસે રહે છે. વિકાસમાં વિદ્યાર્થી કેવો ને કેટલો આગળ વધ્યો તેની નોંધ અને વિચાર આજની પ્રાથમિક શાળામાં હજી થતાં જ નથી, એટલે તેના વિષે જૂના કે નવા શિક્ષકને કશું કરવાપણું નથી જ હોતું. નવા ચાર્જમાં આવેલાં પાર્સલો નવો શિક્ષક ગણી લે છે અને નવા પાટા પર ચડાવે છે. આથી અભ્યાસમાં અનુસંધાન તૂટે છે. જે માણસ વિદ્યાર્થીઓની શક્તિ પહેલેથી જાણતો નથી તે તેમની શક્તિ ખીલવવા માગે છે, તેમની