આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૩
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૦૩
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૧૦૩ પાસેથી કામ લેવા નીકળે છે. જેને વિદ્યાર્થીઓના જ્ઞાનકોશની માહિતી નથી તે, તે કોશમાં વધારો કરવા બેસે છે. આમ અદ્ધરથી દરેક વર્ષે ગાડી ઊપડે છે. શિક્ષકનું કામ પોતાનો પ્રદેશ વટાવવાનું રહે છે. અભ્યાસક્રમના અનુસંધાન વિના, વિકાસના સાતત્ય વિના, કોકડું વીંટાય છે ને આખરે તે અવલથી તે આખર સુધી ગૂંચવાયેલું રહે છે અને ગૂંચવાતું જાય છે. શિક્ષક એમાં શું કરે ? અનો ધર્મ જ અદ્ધરથી ચલાવવાનો છે. વિદ્યાર્થીઓનો વિકાસ ક્રમે-ક્રમે જોવાનું અને તેમને મદદ કરવાનું તેની મર્યાદા બહાર છે. તેનું કામ વર્ષ પૂરતું વિદ્યાર્થીઓને ભણાવવાનું છે, બીજું બધું તેણે ભૂલી જવાનું છે. ભૂલી જવાની જરૂર પણ છે, કારણ કે તેમ ન કરે તો વર્ગના વિદ્યાર્થીઓનું વર્ષ બગડે. આમ વિકાસ અને ખરા જ્ઞાનની વૃદ્ધિ ઉપર કોઈ એક જ જણ નજર રાખનાર- કાળજી રાખનાર ન હોવાથી વિકાસ કહો કે વિકાસની વિકૃતિ કહો કે અવિકાસ કહો, તે આડેધડ ગડબડ ગોટામાં થયા જ કરે છે, પરિણામે કોઈને ભણ્યા-ભણાવ્યામાં સ્વાદ જ મળે નહિ. ૧૨ ૧ વર્ગશિક્ષણ સાથે વિશેષત: જોડાયેલી એક બીજી આપત્તિ છે, અને તે ટયૂશન. વર્ગમાં શિક્ષકને શીખવવાનો રસ નથી, વર્ગમાં વિદ્યાર્થી પૂરું પાધરું ભણતો નથી; પણ પરીક્ષા વખતે પાસ તો થવાનું જ છે. ત્યારે માબાપ અને શિક્ષકોએ ટયૂશનની શોધ કરી છે. શિક્ષક વર્ગમાં ભણાવે નહિ પણ એનું એ ઘેર ભણાવે છે, કારણ કે તેને ટયૂશનની ફીનું નવું ઉત્તેજન છે. આ ઉત્તેજન મીઠું છે. શિક્ષક ખાધું ન ખાધું કરીને ઘરબાર ભૂલીને પણ ટયૂશન માટે ભટકે છે. તેને તેમાં આનંદ પડે છે. પણ શાળામાં આવી