આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૪
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૦૪
 

૧૦૪ પ્રાથમિક શાળામાં શિક્ષક તે હૈં થઈને પડે છે. એક તો ટયૂશનનો થાક, ઉત્તેજનાનો અભાવ, અને મૂરખ વિદ્યાર્થીઓના વર્ગના શિક્ષકને વધારે ટયૂશન મળે છે એવી અનુભવમાંથી ઉપજેલી ‘‘વર્ગમાં ન ભણાવીએ તો પણ ચાલશે; ટયૂશન વખતે બધું કહી દેશું.” એવી વૃત્તિ-આવી સ્થિતિમાં શિક્ષકની નીતિઅનીતિ કે ધર્મધર્મનો પ્રશ્ન ચર્ચીએ તેમાં નીતિશાસ્ત્ર અને શિક્ષક બન્નેને અન્યાય છે, અને આપણી વિવેકબુદ્ધિનું અપમાન છે. આવું બધું સહજ છે. ત્યારે હવે કરવું શું ? આપણે વર્ગશિક્ષકની પ્રથા બદલવી જોઈએ. વિષયશિક્ષકમાં પણ આનો ઉપાય નથી. વિષયશિક્ષકમાં વર્ગશિક્ષણના કેટલાએક દોષો છે, એ ઉપરાંત નાના અભ્યાસીઓને વર્ગના એક શિક્ષકને બદલે વિષયના અનેક શિક્ષકોના પરિચયમાં મૂકીએ એટલે તો ‘સો સૂયાણીએ વેતર વંઠે' અથવા ‘પંચની ભેંસમાં જીવડાં પડે.' એવું થાય. ખરી રીતે નાનાં બાળકોને ઘણાં કરતાં એક શિક્ષકના લાંબા પરિચયની આવશ્યકતા છે. બાલ્યકાળ ઘડતરનો છે; એ ઘડતર જાતજાતનાં અઢાર ટપલાથી ઘડાય તો તેનો ઘાટ જ ન બને, કે કઘાટ બને, સારું ઘડતર સારા એવા એક બે વિશ્વકર્માના હાથે થાય છે. વર્ષે શિક્ષક બદલાય ત્યાં વર્ષે વર્ષે ઘડતરનો ઘાટ બદલાય એ સ્થિતિ ઉઘાડી રીતે નુકસાનકારક છે. આને બદલે પ્રથમથી ચાર-પાંચ ધોરણ સુધી એકનો એક શિક્ષક હોય તો કામ સંગીન થાય. પહેલેથી આખર સુધી સાથે ચાલનારો શિક્ષક બાળકને બરાબર ઓળખી શકે છે.