આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૫
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૦૫
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૧૦૫ શહેરમાંથી ભાગીને ગામડામાં કામ કરવા જનાર શિક્ષકને ગામડામાંથી પણ ભાગવું ન પડે માટે તેણે પહેલેથી જ બધી બાબતોનો વિચાર કરી લેવાનો છે. ગામડામાં રહેનાશ શિક્ષકે શિક્ષણનું કાર્ય એકધારું કર્યા કરવું. જનસમાજમાં અનેક દુઃખો છે. તે બધાં દુઃખોનો ઉકેલ કાઢવાનું કામ એકલા શિક્ષકોનું નથી. તેણે તો મનુષ્યમાં જ્ઞાનનો પ્રકાશ પાડવાનો છે; અને એ પ્રકાશથી અંધકાર આપોઆપ નાસી જશે એવી શ્રદ્ધા રાખવાની છે. એટલે જ તેણે ગામડાને વૈજ્ઞાનિક દૃષ્ટિ આપવાની છે, નહિ કે ભૂવા સાથે લડવાનું છે. ગામડાને આર્થિક ઉન્નતિનો માર્ગ બતાવવાનો છે અને અવનતિ કેમ થઈ તે સમજાવવાનું છે, નહિ કે વહીવટી અમલદારો સાથે લડવાનું છે. જીવનમાં દુ:ખો કેમ પેદા થાય છે અને તે કેમ શમે તેના આચારવિચાર તેણે વિદ્યાર્થીઓને અને લોકોને બતાવવાના છે, નહિ કે તેનું કામ છૂટાછેડા કરાવવાનું કે ઘરઘરણાં કરાવવાનું છે. તેણે તો પ્રકાશનો દીવો સળગાવી ચોમેર પ્રકાશ પાડવાનો છે. ખરા શિક્ષણ માટે બાળકોનો પરિચય અને પૂરતો સમય એ બે વાનાં આ એકશિક્ષક પદ્ધતિમાં શક્ય છે. વિદ્યાર્થી શિક્ષકના પરિચયમાં વધારેને વધારે આવતો હોવાથી તે વધારે પ્રેમાળ બને છે. પોતાનું અંતર વિશ્વાસથી ઉઘાડે છે, તેથી પોતે જ પોતાના વિકાસમાં મદદ રૂપ બને છે. શિક્ષક અને વિદ્યાર્થીપણું લાંબે વખતે મટે છે. બન્ને મિત્રો થાય છે ને મિત્રભાવે વધારેમાં વધારે નિકટ આવી વધારેમાં વધારે લાભ ઊઠાવી શકે છે. વિદ્યાર્થીઓના મનમાં શિક્ષક વિષે જે વિચિત્ર ખ્યાલો હશે તે ઊડી જશે. શિક્ષક મશ્કરી