આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૬
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૦૬
 

૧૦૬ પ્રાથમિક શાળામાં શિક્ષક કરવા યોગ્ય અથવા બ્હીને હાઉ સમજવા યોગ્ય નથી, (કારણ કે ખરેખર તે તેવો નથી પણ તેવો તે થઈ જાય છે કે દેખાઈ જાય છે.) તેને બદલે તે માયાળુ પિતા કે માતા જેવો લાગશે. વિદ્યાર્થીઓ તેની પાસે નાચતાં-કૂદતાં ડરશે નહિ, તે તેને કામ ચીંધતા કે સૂચન આપતા અચકાશે નહિ. જૂનું કુત્રિમ ગુરુ-શિષ્યનું બંધન જતાં અન નવું સ્નેહબંધન બંધાતા, તેઓ વધારે સમજશે અને વધારે ઊંચે ચડશે. એક શિક્ષક એટલે બાલવર્ગથી માંડીને ચાર ધોરણ પૂરાં થાય ત્યાં સુધી એનાં બાળકોને ભણાવ્યે જનારો શિક્ષક. જો પ્રથમથી આખર સુધી એક જશિક્ષક રાખીશું તો તેના કેટલાય લાભો થશે. બેશક તેની સામે ચાર વર્ષને અંતે નિશ્ચિત અભ્યાસક્રમ પૂરો કરવાનું રહેશે; છતાં વર્ષે-વર્ષે થતી પરીક્ષાની ઉપાધિ, દોડધામ અને વખતના વ્યયમાંથી શિક્ષકો તથા વિદ્યાર્થીઓ બન્ને બચશે. આપણે તેને ચાર વર્ષનો અભ્યાસક્રમ સોંપીએ ને ચાર વર્ષે પરિણામ માગીએ. પરીક્ષાનું ધોરણ તેના ઉપર છોડીએ. જવાબદારી પોતાની હોવાથી પોતે પોતાનું કામ કેવું થયું છે તે જોવા માટે કાળજી રાખશે, ને પોતાને ગમતી રીતે પરીક્ષણ કરશે. પોતાની પાસે જ ચાર વર્ષ બાળક રહેવાનું છે એટલે તેની શક્તિ- અશક્તિનો પૂરો ખ્યાલ આવે છે. તેને કેટલું આવડે છે કેટલું નથી આવડતું, તેની તેને હંમેશની જાણ હોય છે. તે હંમેશનો પરીક્ષક જ છે. તે દરેક વર્ષે નવાં બાળકોના પરિચયમાં નથી આવતો કે જેના વિષે તેને કશી ખબર નથી; તેમ દરેક વર્ષને અંતે તેને ગાડી આગળ ધકેલવાની નથી. તેની પાસે વખત લાંબો છે. આથી ધીમે