આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૭
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૦૭
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૧૦૭ કે ઉતાવળે પગલે તે ચાલવા છૂટો છે; ને નબળા-સબળાને ચાર વર્ષની આખરે અભ્યાસ કરાવી શકે તેવું બનવા જોગ છે. પરીક્ષાની ચિંતા વગેરેમાંથી બચી તે કામ કરશે એટલે તેને લાભ જ મળશે. એક શિક્ષક-પદ્ધતિમાં આજની પરીક્ષા નીકળી જવી જોઈશે. વળી એક જ શિક્ષક સામે નિશ્ચિત અભ્યાસક્રમ હોવાથી તે ભણતરને વધારે સંગીન, સહેલું અને વધારે સાર્થ કરી શકશે. અત્યારે વર્ષ આખરે ગાડી બદલાતાં જૂનું જ્ઞાન નીચલા વર્ગમાં રહે છે અને નવું જ્ઞાન અદ્ધરથી ચાલે છે. શિક્ષકો બદલાય, પાઠ્યપુસ્તકો નતનવાં થાય, એટલે અનુસંધાન તૂટી જાય છે. તેને બદલે આ એક જ શિક્ષકના હાથમાં શિક્ષણમાં સાતત્ય સચવાશે. દાખલા તરીકે તેને આખરે હિંદની ભૂગોળ પૂરી કરાવવી છે. તે પોતે મનગમતી રીતે ને છોકરાંને ધ્યાનમાં રાખી ચાર ધોરણમાં અભ્યાસ વહેંચી નાખશે. અભ્યાસ કયાંથી ઉપાડવો તે પોતે નક્કી કરશે; આજના અભ્યાસને કાલની સાથે સાંધશે, ને એમ ચારે વર્ષના અભ્યાસને જેમ વિષય પોતે સંકળાયેલો છે તેમ સાંકળશે. છોકરાંઓને પણ સળંગ વિષયનો પરિચય થતાં આનંદ થશે. આજનો અભ્યાસ એક ખાડીમાંથી બીજીમાં ભૂસકો મારવાનો છે તેને બદલે સળંગ રસ્તા પર દોડયા જવાનો થશે. સાથે અભ્યાસ સહેલો થશે કેમ કે રસ વધારે જળવાશે. DE વળી એક જ શિક્ષક અભ્યાસક્રમને પૂરો કરતાં ઘણું જાણશે. અભ્યાસક્રમ ખરેખર હળવો છે કે નહિ, તે લાંબા વખતના સળંગ શિક્ષણથી ખબર પડે. આખરે પૂરું કરતાં ખરેખર મુશ્કેલી શી છે તે એક જ શિક્ષક જાણી શકે. તેને ખબર પડી શકે કે અભ્યાસક્રમમાં