આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૮
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૦૮
 

૧૦૮ પ્રાથમિક શાળામાં શિક્ષક નકામા વિષયો કયા પડયા છે, કેમ કે બધાં વર્ષો સુધી તેને તે પરાણે જ ભણાવવા પડયા છે. તે જાણી શકશે કે પૂરો વખત એકધારૂં શિક્ષણ આપવા છતાં અભ્યાસક્રમ પૂરો થતો નથી માટે તે વધારે પડતો છે. દરેક ધોરણવાળો આજનો શિક્ષક અભ્યાસક્રમ અઘરો છે એમ કહે છે, પણ આખો અભ્યાસક્રમ સંધાડતા ખબર પડશે કે ખોટા ભાગલાને લીધે તે અઘરો હતો તે એકંદર અઘરો હતો કે વધારે પડતા વિષયોને લીધે અઘરો હતો. પાઠ્યપુસ્તકોના ગુણદોષોને બરાબર સમજી શકવાનું ‘એક શિક્ષક માટે શકય છે. બાર માસ માટે ભણાવી દેનારે ગમે તેમ કરી ધોરણે-ધોરણે બદલાતાં પાઠ્યપુસ્તકનો અને ભણાવનારનો મેળ બેસાડવો જ રહ્યો. વચ્ચેથી ચાલનાર કહી ન શકે કે આગલો-પાછલો રસ્તો બરાબર છે કે નહિ. તેને તો સંધાણ ગોઠવી દેવાનું રહ્યું. પણ પહેલેથી સાથે ચાલનારને બરાબર ખબર પડશે કે પાઠ્યપુસ્તકો ક્રમિક છે કે નહિ. તે તુરંત જ જાણશે કે બાળપોથી કરતાં એકાએક અઘરી બીજી ચોપડી છે, ને ત્રીજી ને ચોથી નામની જુદી છે છતાં દરજ્જો સરખો જ છે; કેમ કે તેની પાસે તુલના માટે અનુભવ છે. તેને અભ્યાસક્રમનાં બધાં પુસ્તકોનો પરિચય કરવો પડે છે. તે પહેલેથી ઠેઠ સુધી ચાલનારો હોવાથી ઊંચા-નીચા ટેકરાને બરાબર જાણી શકે છે. અભ્યાસક્રમમાં સુધાર એક જ શિક્ષકના શિક્ષણમાંથી આવી શકે. પાઠ્યપુસ્તકમાં ફેરફાર આ પ્રયોગમાંથી શકય થઈ શકે. વળી એક જ શિક્ષક ધારશે તો (તેને તે ધારવું પડશે.)