આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૯
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૦૯
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૧૦૯ ને તેને અનુકૂળ લાગશે તો પાપુસ્તકો ફેરવ્યા વિના (જો કે ફેરવવાની તો છૂટ મળવી જ જોઈએ.) પણ પાપુસ્તકોને નવા ક્રમથી ગોઠવી શકશે, ને પોતાના ક્રમથી બાળકો પાસે લઈ જશે. નીચલા ધોરણની કેટલીએક વાતો જે બાળકને નહિ સમજાય તેવી હશે તે તત્કાલિક ભણાવવી છોડી દેશે ને ઉપલા ધોરણ માટે રાખશે; આખો અભ્યાસક્રમ પોતાના હાથમાં હોય તો જ આવું બની શકે. ચાર વર્ષે પરિણામ માગવાની રીત હોવાથી ‘એક શિક્ષક’ને શિક્ષણની રીતિઓ સુધારવાની ઘણી તક મળશે. જુદા-જુદા વિષયો કેમ ભણાવવા તેનો આજે તો વિચાર કરવાની કોઈને નવરાશ કે ગરજ નથી, કારણ કે વર્ષ આખરે પૂરું કરવું છે. પણ જેની સામે લાંબો સમય છે તે વિચાર કરે કે ‘‘સારી રીત શોધું તો વખત બચે, શ્રમ બચે અને મને અને શીખનારને મજા આવે.’’ લાંબો વખત હોય તો જ આવું મન થાય. લાંબો વખત હોય તો જ કંઈક પ્રયોગ કરી નિર્ણય પર આવી શકાય. લાંબો વખત હોય તો જ ભૂલો થાય અને તે સુધારવાને તક મળે. લાંબો વખત હોય તો જ હિંમત અને શ્રદ્ધા રહે. આજે ધોરણવારીમાં તો આવું બની શકે જ નહિ, કારણ કે ‘ચડખાઉ’ જેવું આજે છે. વળી ‘એક શિક્ષક’ જો શિક્ષણપદ્ધતિમાં અને વિદ્યાર્થીઓના માનસ પ્રમાણે પ્રયત્ન કરવા તરફ વળે તો પદ્ધતિમાં સુધારો થાય અને તેમાં વધારો પણ થતો ચાલે. પ્રતિભાશાળી એક શિક્ષકને રોજ નવું કરવાનું અને વિચારવાનું રહેવાથી તેનામાં તાજગી રહે. તેની ક્રિયાશક્તિ અને સર્જનાત્મક શક્તિને ખોરાક મળતાં ને પોતે