આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૦
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૧૦
 

૧૧૦ પ્રાથમિક શાળામાં શિક્ષક તંદુરસ્ત અને બળવાન થતો જાય, તેને પોતાના કામનો આનંદ અને સંતોષ મળે. એની એ ઘરેડ માણસને-ગમે તેવા શ્રદ્ધાવાળા માણસને પણ મોળો પાડી દે છે. એક જ શિક્ષક પોતે બાળ ધોરણથી ચાર ધોરણો સુધી આવશે તો ત્યાં સુધીમાં નવો માણસ થશે; તેને કેટલાયે વિચારો અને અભ્યાસ કરવા પડયા હશે. તેના જ્ઞાન અને શક્તિમાં કેટલોયે વધારો થયો હશે. તેના પોતાનામાં કેટલીય શ્રદ્ધા આવી હશે. ચાર વર્ષે નવું ને નવું કર્યું ને જોયું, એ એક જ બાબત માણસને ઘડવા માટે ઘણો જબ્બર પ્રસંગ છે. દરેક વર્ષે નવું ને નવું જાણવાનું મળતું હોવાથી એના એ વિદ્યાર્થીઓથી તે કંટાળશે નહિ. પણ એક બાગવાન પોતાના નાના છોડને દિન-પ્રતિદિન વધતો જોઈને જેમ આનંદિત રહેતો જશે, એમ એના એ વિદ્યાર્થીઓને જોઈને એક જ શિક્ષકનું થશે. તે હંમેશ પોતાની વર્ગવાડીમાં આવશે. બાળકો તેનાં પરિચિત છે. બન્ને એક-બીજાના સ્વભાવો જાણે છે, તેઓ બંને જાણે છે કે પોતે પરસ્પરના વિકાસક છે; તેથી તેઓ મિત્ર છે. તેઓ ભેગા થતાં જ આગળ વધવા માંડશે. માણસ એના એ હોવાથી નવીનતા ઘટતી નથી. રોજનું નવું નિહાળવાનું, આગળ વધવાનું પડયું છે ત્યાં સુધી કદી પણ મંદતા કે સાતત્યકટુતા (Monotony) નથી લાગવાની.. વિદ્યાર્થીઓના સ્વભાવ અને શક્તિ વગેરેથી જાણીતો થયેલો એક જ શિક્ષક સમભાવી થઈ શકશે; તે નબળાને સાચવી લેશે. બળવાનને ઊડવા દેશે; તે સૌને વિકસવા ભૂમિકા આપશે, કેમ કે તેના અનુભવમાંથી ઊતરશે કે દરેક બાળક શક્તિ વગેરેમાં