આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૧
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૧૧
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૧૧૧ એકબીજાથી જૂદું છે, પોતાને વેગે જ જઈ શકે છે. તેમને એક લાકડીએ હાંકવા વ્યર્થ છે. શક્તિ અનુસાર વિકસવા દેવાથી તેને અને શિક્ષકને સુખ છે. ને આખરે કાચબો પણ સ્થાને પહોંચે છે તેમ નબળા પણ પહોંચશે. બાળકોનાં બળાબળો તેને વારંવાર જાણવાં પડયાં છે તેથી તે તેમના તરફ ઉદારતાથી જોશે. તેમના લાંબા પરિચયથી તે વઢવાને બદલે હસીને આગળ ચાલશે. દોષ સુધારશે પણ ખિજાશે નહિ. ન્યાય કરશે પણ શિક્ષા નહિ કરે. એક જ શિક્ષકને પોતાનું કામ ગમી જશે. માણસ પ્રથમ એકાદ રસિક પ્રવૃત્તિ માગે છે. શિક્ષક કંટાળે છે; કેમ કે તેને હજુ પોતાનાં બાળકો અને શિક્ષણમાં રસ પડયો જ નથી; કારણ કે ‘તેને શું ?’ તેવું અત્યાર સુધી રહ્યું છે. તેનું કામ માત્ર વૈતરાનું- અહીંથી બોજો ઉપાડીને ત્યાં મૂકી દેવાનું રહ્યું છે. આ બાર માસનું વૈતરું. પણ જ્યારે એક જ શિક્ષકને એક કામ ચાર વર્ષ માટે સોંપ્યું ત્યારે તેને તે પોતાનું કરશે, ને તેમ થશે જ. તેને તેનો પ્રેમ થશે. તે શિક્ષણ અને બાળકોના સ્નેહસંબંધમાં પડશે તેથી સુખી થશે. રસની પ્રવૃત્તિ એ સુખ છે; ને સુખી થશે એટલે પ્રાણવાન થશે, ને તેથી તે તેજસ્વી થશે. તે માત્ર મહેતાજી નહિ રહે; તે શાસ્ત્ર વિષે અનુભવથી બોલશે. તે નિરાશાના ઉદ્દગારોને બદલે આમ થવું જોઈએ એમ છાતી ઠોકીને બોલશે; તે પછી વધારે પગાર માગવાનો હક્કદાર છે તેની ખાતરી હોવાથી લડશે. પણ દરમિયાન તો તેને પગાર વધારે મળવાનો જ. વિશ્વાસથી જેના પર જવાબદારી મૂકી છે તે કામ બગાડી શકશે નહિ; તે આળસ રાખી શકશે નહિ; તે ઊલટો ઉદ્યોગી થશે.