આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૨
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૧૨
 

૧૧૨ પ્રાથમિક શાળામાં શિક્ષક – તે ઉદ્યોગીમાણસ દિન-પ્રતિદિન બુદ્ધિશાળી પણ થતો જાય છે. પ્રમાદીની બુદ્ધિ ઘટતી કે ઘસાતી જાય છે. જવાબદારી એ એવી અદ્દભુત વસ્તુ છે. બીજાનો વિશ્વાસ મળે છે ત્યારે મનુષ્યમાં નવો જીવ આવે છે, નવું ચેતન સ્ફુરે છે. આજના શિક્ષક ઉપર શ્રદ્ધા નથી તેથી નિરીક્ષણ, પરીક્ષણ, અભ્યાસક્રમની ચોકસાઈ વગેરે વગેરે ઊભાં કરવાં પડયાં છે. પણ જેના પર વિશ્વાસ કરશું તે કદી પણ તેનો દુરુપયોગ કરશે જ નહિ – નથી જ થઈ શકતો. એ સનાતન સત્યથી જો ‘એક શિક્ષક’ને કામ સોંપી દઈશું, તો તે પોતાના કામ પાછળ મરી ફીટશે. તે ટયુશન રાખવાં ભૂલી જશે. ઘરે છોકરાં ભૂખે મરતાં હશે તો પણ તે કામ પાછળ પડ્યો હશે, કારણ કે તેનામાં આપણે મૂકેલા વિશ્વાસે તેની જીવનજ્યોતિ જગાડી છે. એકાદ માણસના ઉપર અવિશ્વાસ લાવી જુઓ; તેનો આત્મદીપ ઝાંખો પડશે કે ઓલવાઈ જશે, તે કામ કરવામાં મંદ પડશે. તેની બુદ્ધિ કુંઠિત થશે. તે હતવીર્ય થશે. જેમના પર આપણે વિશ્વાસ નથી રાખતા તેવા આજના શિક્ષકો છે. ‘એક જ શિક્ષક’ નવો મનુષ્ય થશે. પણ ધારો કે એકાદ કાળું મોઢું દેખાયું, તો તે એની મેળાએ નાસી જશે, કેમ કે તેને રહેવું શકય નહિ થાય; કેમ કે તે પોતાની જાતને રાખી નહિ શકે; કેમ કે વિદ્યાર્થીઓ તેને છોડી બીજા શિક્ષક પાસે જશે; કેમ કે પોતે જ પોતાનું તેજ ખોઈ નાખશે અગર તો તે પોતાની જાતને શોધી લેશે. ગામડામાં એક જ શિક્ષક હોય છે. પરંતુ ત્યાં તેને એકલાને એકથી વધારે વર્ગોને ભણાવવું પડે છે તેથી ત્યાં ‘એકશિક્ષક-