આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૩
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૧૩
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૧૧૩ પદ્ધતિ' નથી હોતી. એકશિક્ષણ-પદ્ધતિ આગળ કહ્યું છે તેમ પહેલેથી ચાર ધોરણ સુધી એકનો એક શિક્ષક વિદ્યાર્થીઓની સાથે જાય ને તેમને ભણાવે; ને ચાર પાંચ વર્ષનું કામ પૂરું થાય એટલે આગળ સાથે જવાનું ન રહે તો ફરીથી પાછો બાળવર્ગથી શરૂ કરે. આખી મોટી શાળાને એકશિક્ષક-પદ્ધતિમાં ફેરવી નાખી કોઈ કલ્પક અને સાહસિક કેળવણીનો વડો તેના લાભોને પ્રત્યક્ષ કરી આપી શકે. એકાદ બે પ્રશ્નો એક શિક્ષક-પદ્ધતિમાં વિચારી લેવા પડે. એક તો એ છે કે આજના બધા શિક્ષકોમાં પહેલેથી ચાર-પાંચ ધોરણો સુધી ભણાવવાની શક્તિ નથી. આજનો બાળ-ધોરણનો શિક્ષક ચોથું ધોરણ ભણાવી નથી શકતો, કારણ કે તેની શક્તિ અલ્પ છે. તે કાચી સાત ચોપડી ભણેલો માણસ છે. તે જ્ઞાનમાં સાધારણ વાચન-લેખન જાણે છે. તેનો પગાર પણ તેને લાયકનો એટલે સાત, આઠ કે દસ રૂપિયા હોય છે. આવા શિક્ષકના હાથમાં આજે બાળ ધોરણ છે. પણ આજનો શિક્ષક આવો છે માટે જ એકશિક્ષક-પદ્ધતિ દાખલ કરી તેને કાં તો જ્ઞાનવાન અને આવડતવાળો થવાની ફરજ પાડવી જોઈએ. અગર તો તેને નાસી છૂટી બીજા કોઈ વધારે લાયક ધંધામાં જવાની તક આપવી જોઈએ. શિક્ષકની અશક્તિ એ કાંઈ થોડીક જ દલીલ હોઈ શકે ? ખરી રીતે નીચલા ધોરણોમાં વધારેમાં વધારે હુશિયાર શિક્ષક જોઈએ. એકશિક્ષક પદ્ધતિમાં તેટલો ઊંચો લાભ નહિ થાય, તો પણ અત્યારનો શિક્ષક તો ખસી જ જશે. બીજી મુશ્કેલી. એક જ શિક્ષકને સોંપેલો વર્ગ કદાચ