આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૪
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૧૪
 

૧૧૪ પ્રાથમિક શાળામાં શિક્ષક પાતળો પડે અથવા વચ્ચેથી વિદ્યાર્થીઓ આવે તો કેમ કરવું? જવાબ એમ છે કે વર્ગ પાતળો પડે તો કદાચ આર્થિક દૃષ્ટિએ એમ લાગે કે થોડા વિદ્યાર્થીઓ ઉપર આખા શિક્ષકનો ખર્ચ ચડે છે; પરંતુ તે હિસાબ ખોટો છે. ઘણા વિદ્યાર્થી માટે શિક્ષક હોય તે કરતાં સારા શિક્ષણ માટે શિક્ષક હોવો જોઈએ. વળી આજના વર્ગો સ્વત; જ એટલા મોટા છે કે તેથી અર્ધી સંખ્યાએ જઈશું ત્યારે તો ભણાવવાનું કામ કંઈક શકય થશે. આજે તો વિદ્યાર્થીઓને ભણાવવા કરતાં સાચવવાનું કામ ચાલે છે. પાતળી સંખ્યામાં જ શિક્ષક સારું કામ કરી શકવાનો છે. ત્યારે જ તે વિદ્યાર્થી તરફ કંઈક વ્યક્તિગત ધ્યાન આપી શકશે. એટલે જો વર્ગ પાંખો થશે તો જરૂર એની મેળે જોઈતો સુધારો થઈ રહેશે. બીજી મુશ્કેલીઓ આવતા વિદ્યાર્થીઓની છે. નવા વિદ્યાર્થીઓ ‘એક શિક્ષક’ના ચાલુ વર્ગમાં દાખલ ન કરવા જોઈએ; ત્યાં તેઓ બરાબર બંધ બેસતા ન થાય. અભ્યાસમાં તેમ જ શિક્ષણપદ્ધતિમાં તેઓ ચાલુ વિદ્યાર્થીઓથી જુદા પડવાના. તેમને કદાચ સાથે મૂકીએ તો પણ ‘લાંબા વાંસે ટૂંકો જાય, મરે નહિ તો માંદો થાય.' એ રીતે હેરાન જ થાય. તે રીતે હેરાન જ થાય. તે માટે જુદી યોજના છે. દરેક ઉક્ત અખત કરનારી શાળા એક પરચૂરણ વિભાગ રાખે. તેમાં નવા આવનારને ગોઠવે. બેશક તે માટે થોડાએક વધારે શિક્ષકો રાખવા પડે; પરંતુ જો એકશિક્ષકથી ખરેખર કેળવણી વિષયક લાભ જ થાય છે એની ખાતરી થાય તો આ ખર્ચ