આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૫
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૧૫
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૧૧૫ ભારે પડવાનો નથી. કારણ કે આપણી સામે ખર્ચનો પ્રશ્ન હોય તેના કરતાં કરેલો ખર્ચ ઊગી નીકળવાનો પ્રશ્ન વધારે અગત્યનો હોવો જોઈએ. અને આજનો ખર્ચ ઊગી નીકળતો ન હોય, અગર બહુ ઓછા પ્રમાણમાં ઊગી નીકળતો હોય તો નવી પદ્ધતિ માટે થતો સફળ ખર્ચ ભારે ન જ ગણાય. છેલ્લે એક વાત લખવી રહે છે. જેઓ ‘એક શિક્ષક’ તરીકે કામ કરે તેમને સ્વાતંત્ર્ય હોવું જોઈએ. તેમની સાથે તેમને દિશા બતાવનાર, પ્રેરનાર, સહાનુભૂતિથી જોનાર અને સહાયક માણસો જોઈએ. પરીક્ષકોનો સ્ટાફ ઘટાડી આવા સહાયક નિરીક્ષકો રાખવામાં આવે તો દરેક શિક્ષકને ઉપયોગી જાય, ને તેઓ પોતાનું કામ સારી રીતે પાર પાડી શકે.