આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૮
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૧૮
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ગામડાનો શિક્ષક પોતાની આસપાસનાં કુદરતી બળોનો લાભ લે. તે પોતાના શરીરને સુંદર અને જાતને દીર્ઘાયુ કરવા માટે ગામડાની આબોહવાને સદા ધ્યાનમાં રાખે. આસપાસ પડેલ વિના મૂલ્યના પદાર્થો-હવા, પ્રકાશ, જગાની છૂટ, નિસર્ગ વગેરેને પોતાના મિત્રો, જીવનદાતા કરી મૂકે. ૧૧૮ પૈસા તો તેની પાસે થોડા છે; તેની ગરીબી સખત છે. આ સ્થિતિ લાંબો વખત ચાલી નહિ શકે; અથવા શિક્ષણનું કાર્ય જતે દહાડે ઊથલી પડશે. પણ શિક્ષક શહેરી જીવનની પોકળ સમૃદ્ધિનો મોહ ન કરે. જીવવું જોઈએ, તંદુરસ્ત જીવવું જોઈએ. વિકાસ કરતાં-કરતાં જીવવું જોઈએ અને તેની સાચી સરત તો સાદાઈ છે. સાદાઈ એટલે બોજા રૂપ, ક્ષણિક, દેખાદેખીનાં, માત્ર ઉત્તેજન રૂપ એવાં સુખોનો ત્યાગ અને મન અને શરીરને સ્વસ્થ અને શાંત રાખે તેનો સ્વીકાર. શિક્ષક માટે બીજી વાત પોતાની શાળાને બને તેટલી સુંદર કરવી. દેહ આપણો પોતાનો છે; તેની અવગણના નથી કરાતી. શાળા આપણા માનસિક જીવનનો દેહ છે. શાળા ગરીબ હોય કે પૈસાદાર, નાની હોય કે મોટી, પણ તે આપણી છે. આ મમતા આપણામાં જોઈશે જ. અને એને લીધે આપણે શાળામાં રચ્યાપચ્યા રહેતાં શીખીશું. કોઈ વસ્તુમાં મન લાગશે એટલે તે પથ્થર મટી પ્રભુ થશે જ થશે. તે શાળા શ્રમસ્થાન મટી તપોભુવન થશે; તે શાળા નિશાળ મટી શિક્ષણ પ્રયોગ ભૂમિ થશે. ત્યાં શિક્ષણસાહિત્યો માટે સચિંત બેસવું નહિ પડે. પણ ત્યાંથી જ શિક્ષણસાહિત્ય ઊભાં થશે.