આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૯
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૧૯
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૧૧૯ શિક્ષકે આટલા બધા છોકરાને ચાર-પાંચ વર્ગમાં કેમ ભણાવવા એની ખોજ કરવી પડશે. હવે તે જૂની રીતને છોડી દે તો જ તેનો અસંતોષ ટળશે. શિક્ષક પોતાને જૂનો પંતુજી ન ઇચ્છે. નવી શિક્ષણપદ્ધતિને હાથ કરવા માંડે. નવું જ્ઞાન મેળવવું અને તેનો ઉપયોગ કરવો એ એક કમાણી છે. એ કમાણીની બીજી કમાણી થઈ રહે છે; ને કદાચ નથી તો માણસને મનમાં દુઃખ નથી થવાનું. તેનું સુખ જ્ઞાનસાધનમાં છે, જ્ઞાનદાનમાં છે. શિક્ષણ સારી શિક્ષણપદ્ધતિ કેળવી શિક્ષણપદ્ધતિમાં સુધારા વધારા બતાવે; તેની શોધોને લીધે શિક્ષણખાતાના અર્થવિભાગને લાભ થઈ શકે. પણ સારા સુધારા કરનારને ભૂખેતરસે મરવું પડે એમ બનવા લાગે ત્યારે સુધારા કરવાનું બંધ કરવાને બદલે શાળાઓ કેમ બંધ પડે તેની શોધ કરવી. શાળાઓ ચલાવવી અને બંધ કરવી બન્ને શિક્ષકના હાથમાં છેં. ગામડાને સાક્ષર કરવું કે નિરક્ષર તે તેના હાથમાં છે. ખરાબ શાળાના ચાલક રહી સૌને તે બગાડી શકે છે; ને તેવી શાળાનો ત્યાગ કરી શાળાની સ્થિતિની ફજેતી પણ કરી શકે છે. આજે તો ગામડાના શિક્ષકની અનેક મુશ્કેલીઓ છે; પણ જેણે પોતે પોતાનો વિચાર નથી કર્યો, જેણે પોતાની શક્તિનો પ્રકાશ ચોમેર ફેંકયો નથી, તેનો ભાવ કોઈ પૂછવાનું નથી. ગામડાના શિક્ષકો ધારે તો ઘણું કરી શકે તે વિષે વધારે વિગતથી વળી કોઈ વાર જોઈશું.