આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૦
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૨૦
 

Aan શિક્ષકની તંદુરસ્તી યાદ રાખો યાદ રાખો, તમે દેશની મિલ્કત છો. જેટલું રક્ષણ દેશે તમારી શારીરિક અને માનસિક તંદુરસ્તીનું કરવું જોઈએ તેટલું જ રક્ષણ તમારે પોતે કરવું જોઈએ. આ તમારો આત્મધર્મ છે. આર્થિક સ્થિતિ સારી હો કે ન હો, પરંતુ શરીરને નિરોગી રાખવાનું અને મનને સ્વચ્છ રાખવાનું કર્તવ્ય તમે ન ચૂકતા. વ્યસનોથી મુક્ત શરીર પ્રથમ દરજ્જે નિરોગી છે. હલકી વૃત્તિ અને ગલીચ વિચારોથી મુક્ત મન તંદુરસ્ત છે. ભૂખે મરવા છતાં શરીરની આ વૃત્તિ, અને ગમે તેવી માનસિક આપત્તિમાં મનની આ સ્થિતિ, અવશ્ય રાખજો.