આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૧
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૨૧
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૧૨૧ શિક્ષકની તંદુરસ્તી શિક્ષક શાળાનો આધારસ્થંભ છે. એ આધારસ્થંભ ઉપર શાળાના નાવની સ્થિતિગતિ અને મજબૂતી છે. જેટલો આધારસ્થંભ બળવાન અને તંદુરસ્ત તેટલી શાળાની સ્થિતિ સહેજે તંદુરસ્ત રહેશે. એક તંદુરસ્ત સુદઢ બાંધાનો શિક્ષક ચેતનનું સ્વયં વાતાવરણ છે. મનથી વૃદ્ધ અને માંદો શિક્ષક નિરુત્સાહ અને થાક અને માંદગીનું વાતાવરણ છે. શાળાઓ જૂઓ અને આ સત્યની ખાતરી કરો. 2016 શરીર અને મનની તંદુરસ્તી ઉપાસના માગે છે. અન્નસમા પ્રાણ છે એ વાત ખરી છે; અને જે શિક્ષકને પેટપૂરતું અન્ન નથી મળતું તે શિક્ષક શારીરિક અને માનસિક તંદુરસ્તી ન સાચવી શકે તે તેનો દોષ નથી. છતાં બે વખત ધરાઈને અન્ન ખાનાર શિક્ષક શરીરની સ્વસ્થતા, શરીરનું નિરોગીપણું, તેની સુદઢતા સાચવી શકતો ન હોય તો તેને માટે તે પોતે જ જવાબદાર છે. તમાકુ ખાવી, બીડી પીવી, વારંવાર ચા પીવી અને બીજાં વ્યસનો સેવવાં તે ગરીબીની નિશાની નથી પણ કુટેવનું પરિણામ છે. ઓછા પગારવાળો શિક્ષક એમ કેમ કહી શકે કે આ કુટેવો ઓછા પગારને લીધે છે ? તો ઊલટો વ્યસનોનો ત્યાગ કરી શરીર અને ધન બન્ને બચાવે. શરીરને સ્વચ્છ રાખવું અર્થાત્ વાળ, ચામડી, નખ, વગેર ધોઈને ચોખ્ખાં રાખવાં તેમ જ કપડાંને પણ ધોઈને ઊજળાં