આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૨
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૨૨
 

૧૨૨ પ્રાથમિક શાળામાં શિક્ષક રાખવાં તેમાં પૈસાની જરૂર છે તેના કરતાં સહેજ ઊદ્યોગની જરૂર છે. આળસમાં બેસી રહેનાર શિક્ષક, ચૉરે અથવા ડાયરામાં વખત ગુમાવનાર શિક્ષક, નકામાં છાપાં વાંચનાર શિક્ષક, સાથી શિક્ષકો સાથે બેસી શિક્ષકોની અને ખાતાની કૂથલી કરનાર શિક્ષક, પોતાનો વખત ગુમાવીને ગંદો અને અતંદુરસ્ત રહેવાની ભયંકર શક્તિ કેળવે છે, અને તેમ કરી મહા પાપ કરે છે ! શિક્ષક, અને ખાસ કરીને ગામડાનો શિક્ષક, સ્વચ્છ હવા માટે બહાર જઈ શકે છે. શાળામાં અગર ઘર પાસે નાનો એવો બાગ કરી વ્યાયામ કરી શકે છે. શહેરનો શિક્ષક સવારમાં ઊઠી પાંચ દંડબેઠક અથવા સૂર્યનમસ્કાર કરી શકે છે. જેને પોતાની તંદુરસ્તી વિષે કાળજી છે તે અવશ્ય આટલું કરે છે. પરંતુ જેને જાતે માંદા રહેવું છે, કુટુંબને પીડામાં ઉતારવું છે અને વિદ્યાર્થીઓનું અહિત ઉપજાવવું છે, તેની ગતિ જુદી છે. 2. ખુરશીમાં બેસી ટેબલ ઉપર લાંબા પગ રાખી પડયા રહેનાર શિક્ષક અથવા ગાદીતકીયે બેઠા બેઠા કામ કરનાર શિક્ષક પોતાની તંદુરસ્તી સાથે વિદ્યાર્થીઓના અવલોકનને ચૂકે છે. ફરવા જવાને જરા પણ અવકાશ ન હોય તેવો શિક્ષક વિદ્યાર્થીઓને કામ કરતા તપાસવા માટે ફરતો રહી વર્ગમાં જ બે માઈલ જેટલું ચાલી શકે છે. ૨૧૩૬, ટટ્ટાર બેઠક અને લાંબો શ્વાસો એ તંદુરસ્તીની ચાવી છે. એક પણ પાઈ ખરચ્યા વિના શિક્ષક આ કરી શકે છે. 21 અન્નથી શરીર પોષાય છે, પણ કેવળ અન્નથી જ શરીર