આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૩
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૨૩
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૧૨૩ પોષાતું હોય તો ભાતભાતનાં મીઠાં પકવાનો ખાનાર શ્રીમંતો ભારે તંદુરસ્ત માલૂમ પડયા હોત. દુ:ખદ ગરીબાઈ કે મનુષ્ય કે શિક્ષકનો આદર્શ ન હોય, પરંતુ સંતોષીવૃત્તિ એ સુખી જીવનનું પરમ રહસ્ય હોવું જોઈએ. આપણે દુઃખી હોઈએ તેના કરતાં દુ:ખી છીએ એવી કલ્પના આપણને વધારે પીડે છે. માટે ઉદ્યોગથી મળતો રોટલો શિક્ષકે સંતોષપૂર્વક ખાઈને સાચી તંદુરસ્તીનો આગ્રહ રાખવો જોઈએ. ખાતાના મોટાઓ નીચલા શિક્ષકોમાં અને શહેરના શિક્ષકો ગામડાના શિક્ષકોમાં ખોટા ખરચનો, વરણાગિયાપણાનો મોહ ઉત્પન્ન કરે છે, અને તંદુરસ્તીના વિઘાતક માર્ગે તેમને ઉપાડે છે. તંદુરસ્તી ખોવાનો એક પણ મોહ યા શોખ ડાહ્યો શિક્ષક ન કરે. શોખ કરીને ઘસાઈને વહેલો મરી જનાર શિક્ષક પોતાનો અને દુનિયાનો દ્રોહી છે, જ્યારે સંયમિત જીવન ગાળી લાંબું આયુષ્ય ભોગવી શિક્ષણકાર્ય ચલાવનાર શિક્ષક દુનિયાનો સાચો સેવક છે. શરીરની તંદુરસ્તીનાં સાધનો અને શરીરના યોગ્ય આરામનાં સાધનો શિક્ષકને જગતે આપવાં પડશે જ, અને દુનિયાની સારી સંપત્તિનો ભોકતા શિક્ષક થશે જ. તેને માટ શિક્ષક નહિ લડે તો પણ બીજાઓ લડશે જ. આટલી શ્રદ્ધા રાખી શિક્ષક હમણાં તો પોતાની તંદુરસ્તી સાચવી શાળામાં કામ કરે. એકલી શરીરની તંદુરસ્તી શિક્ષકને જડ બનાવે છે; આખરે પડીને ભાંગી જનાર સ્થૂળ ઈમારત બનાવે છે. સશક્ત શરીરને નિર્મળ મનથી બમણું સશક્ત, સુંદર અને સુગંધી બનાવવા માટે મનનું આરોગ્ય અતિ મહત્ત્વની વસ્તુ છે. 5 એ